બ્રેડ ખાવાની ટેવ છોડી દેવાથી વજન નહીં ઘટે

લંડન: ઘણી વાર આપણે એમ માનતા હોઇએ છીએ કે આપણે બ્રેડ ખાવાની છોડી દઇશું અને આપણું વજન ઘટશે. બ્રેડ મેંદામાંથી બને છે અને તે હેલ્થ માટે સારી નથી તેથી ડાયેટિંગ કરતા લોકો બ્રેડ ખાવાની છોડી દે છે. લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર્સનું કહેવું છે કે બ્રેડ બહુ ઝડપથી એનર્જી છૂટી પાડે છે અને કાર્બોહાઇડ્રેટનું ઝડપથી પાચન થઇ જાય છે. તેના કારણે વજન ઘટવામાં તકલીફ પડે છે, જોકે આ માન્યતા ખોટી છે.

બ્રેડથી બધાંને નુકસાન થાય એ પણ જરૂરી નથી. પેટમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા હોય તો કાર્બોહાઇડ્રેટનું યોગ્ય પાચન થાય છે. ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય કે વધુ તેની ચરબીના ભરાવા પર અસર થતી નથી. ફાઇબરયુક્ત ફળો અને શાકભાજી ખાવાથી પેટમાં સારા અને પાચનને પ્રમોટ કરે તેવા બેક્ટેરિયા વધતા હોય છે.

You might also like