સવારે નાસ્તામાં બ્રેડ બટર ખાવ છો? તો જાણી લો કેટલીક બાબતો

સવારે દોડાદોડમાં મોટાબાગના લોકા પાણી પીધા વગર બહાર નિકળી જાય છે. કેટલાક લોકો 5-10 મિનીટનો સમય નિકાળી શકે છે એ મોટાભાગે બ્રેડ બટરનો નાસ્તો કરી લે છે. કોઇ ટોસ્ટ ખાય, બ્રેડ બટર કે બ્રેડ જામ ખાતું હોય છે. ઉતાવળમાં એવું બને છે કે બ્રેડ બટર વગરનો કોઇ પણ નાસ્તો કરવા બેસીએ તો ઓફિસમાં મોડું થાય એની બીક લાગતી હોય છે. પરંતુ શું તમે જાણો છો બ્રેડ બટર ખાવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે.

બ્રેડમાં ખૂબ જ ઓછા પોષક તત્વો હોય છે. બ્રેડમાંથી ગ્રેન્સ અને ફાયબર બંનેમાંથી કોઇનો ફાયદો મળતો નથી. આપણે નાસ્તો તો કરી લઇએ છીએ પરંતુ ઘણા બધા પોષક તત્વો આપણાં શરીરમાં જતાં નથી.

વધારે પ્રમાણમાં બ્રેડ ખાતા લોકોના શરીરમાં સોડિયમના પ્રમાણના સંતુલન પર અસર પડે છે.

જો તમે દરરોજ બ્રેડ ખાવ છો તો એની અસર તમારા વજન પર પણ પડશે. એમાં રહેલું મીઠું, ખાંડ અને પ્રીઝરવેટિવ્સ વજન વધારવાના કામમાં આવે છે.

visit: http://sambhaavnews.com/

You might also like