બ્રેડ-આલૂ કચોરી

સામગ્રીઃ

10-15 બ્રેડ સ્લાઇસ

4 મોટા બટાકા (બાફેલા)

1 ચમચી આદુ, મરચાં, લસણની પેસ્ટ

1 ચમચી લીલા ઘણા (ઝીણા સમારેલા)

½ ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલુ મરચુ

1 ચમચી ચાટ મસાલો

½ ચમચી રાઇ-જીરૂ

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં કચોરીનો મસાલો બનાવવા માટે લસણ, આદુ અને મરચાની પેસ્ટને બટાકામાં એડ કરી તેને બરોબર મિક્સ કરો. હવે તેમાં બાકીના તમામ મસાલા એડ કરીને બરોબર મિક્સ કરો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. જેમાં રાઇ જીરાનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં તૈયાર બટાકાનો માવો એડ કરો, બે મિનિટ તેને ગેસ પર રાખો અને પછી ગેસ બંધ કરી દો. માવો ઠંડો થઇ જાય ત્યારે તેના ગુલ્લા તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઇસની કિનારી કટ કરી અને તેને પાણીમાં પલાડો, પાણી નીચોવીને તૈયાર મસાલાની ગોળી બ્રેડ પર રાખી હળવા સાથે દબાવો. બાકીની બધી જ બ્રેડને આ રીતે કરો. તૈયાર કચોરીને નોનસ્ટિક પેનમાં તળીલો. તેને તમે દહીં કે ગ્રીન ચટણી સાથે ખાઇ શકો છો.

You might also like