એક રાજ ખુલતા જ બર્બાદ થઈ ગયા લગ્ન, વાયગ્રાથી જોડાયેલો છે મામલો

અમેરિકામાં એક વ્યક્તિએ ફાર્મા કંપની પર કેસ કર્યો છે. કંપની પર ગોપનિયતા હનનનો આરોપ લાગ્યો છે. કેસ કરનાર વ્યક્તિનું કહેવું છે કે કંપનીના એક કર્મચારીની ભુલના કારણે તેનુ લગ્નજીવન બરબાદ થઈ ગયુ છે.

હકીકતમાં, માઈકલ ફેનબર્ગ નામના એક વ્યક્તિ ઘણા દિવસોથી ન્યૂયોર્કની મેરિક રોડ પર આવેલી સીવીએસ ફાર્મેસી પાસેથી દવાઓ ખરીદતો હતો. અન્ય દવાઓ સાથે તે વાયગ્રા પણ ખરીદતો હતો. પણ આ વાત તેની પત્નિને ખબર ન હતી.

ફેનબર્ગ જ્યારે પણ દવાઓનો ઓર્ડર આપતો હતો, સાથે વાયગ્રા પણ ખરીદતો હતો પણ તેનું બિલ અલગથી બનાવડાવતો હતો. સાથે જ સ્ટોરના કર્મચારીઓને એ પણ કહેતો હતો કે વાયગ્રાની ખરીદી તેના ઈન્સ્યોરન્સમાં ન જોડવામાં આવે. એક દિવસ તે વ્યક્તિની પત્નિએ પોતાની દવાઓ માટે કંપનીને પોન કર્યો, ત્યારે તેના કર્મચારીએ અજાણતામાં તે મહિલાને એ જાણકારી આપી દિધી કે તેનો પતી વાયગ્રાનો પણ ઓર્ડર આપે છે. જ્યારે પત્નિને આ વાતની જાણકારી મળી તો તેણે છુટાછેડા લઈ લીધા.

ફનબર્ગનો આરોપ છે કે ફાર્મેસી કંપનીએ પરમિશન વગર તેની હેલ્થકેરની જાણકારી તેની પત્નિને આપી દિધી. તે ગોપનિયતાનું ઉલ્લઘંન છે. તેનું એ પણ કહેવું છે કે ફાર્મા કંપનીના કારણે ફક્ત એનું લગ્ન જીવનને જ નહિ પણ માનસિક અને ભાવનાત્મક નુક્શાન પણ થયુ છે.

You might also like