જુઓ, કૂતરાનો ચહેરો લગાવી આ વ્યક્તિ બની ગયો ડોગમેન

શોખ મોટી વસ્તુ છે, એ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ શોખમાં કોઇ વ્યક્તિ પોતાના ચહેરા પર મરેલા કૂતરાનો ચહેરો લગાવી દે તો, આવુ માનવા કોઇ જ તૈયાર નહીં થાય. પરંતુ આ વાસ્તવિકતા છે અને બ્રાઝિલકના એક યુવકે આમ કર્યું પણ છે. જોકે તેનું આમ કરવા પાછળનું કારણ પણ ખાસ છે. બ્રાઝિલમાં રહેતો રોડરિગો બ્રાગા દુનિયામાં ડોગમેનના નામથી જાણીતો છે. આવું એટલા માટે છે કે આ વ્યક્તિએ એક કૂતરાના ચહેરાને પોતાના ચહેરા લગાવ્યો છે. જેથી તેનો દેખાવ કૂતરા જેવો લાગે છે.

વ્યવસાયે આર્ટિસ્ટ રેડરિગોને કૂતરા ખૂબ જ ગમે છે. તેઓ ઇચ્છે છે કે લોકોને તેમના ચહેરામાં કૂતરાનો ચહેરો જોવા મળે. જેથી જ તેણે લોકલ ઓથોરિટીઝ પાસેથી પરવાગી લઇને એક બિમાર કૂતરાને મારી નાખ્યો. બાદમાં તેના ચહેરાને રોડરિગોથી ભળતા નકલી ચહેરા સાથે જોડવામાં આવ્યો. ચહેરો જોડ્યા પછી તેનો કૂતરાના ચહેરા જેવો જ દેખાવ લાગતો હતો. ચહેરો બદલ્યા પછી રોડરિગોના ફોટા દુનિયાભરમાં વાયરલ થયા હતા અને તે ડોગમેનના નામથી જાણીતો થયો હતો.

home

You might also like