બ્રાઝીલના નાઇટ ક્લબમાં હથિયારધારી શખ્સોએ કર્યું અંધાધુંધ ફાયરિંગ, 14નાં મોત

સાઓ પોલો: ઉત્તર પૂર્વ બ્રાઝીલના શહેર ફોર્ટોલેજામાં હથિયારધારીઓએ અંધાધુંધ ફાયરિંગ કર્યું. શનિવારે થયાલે આ ગોળીબારમાં ઓછામાં ઓછા 14 લોકોનો મોત થયા છે અને અન્ય 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ફોર્ટોલેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું કે હુમલો શા માટે થયો એની જાણકારી હજુ સુધી મળી નથી. પરંતુ અધિકારી એ વાતની તપાસમાં લાગ્યા છે કે આ ઘટના ડ્રગ ગેંગની આપસીમાં ટકરાવનું તો પરિણામ નથી. હજુ સુધી કોઇ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી નથી. ત્યાં જોનારા લોકોએ જણાવ્યું કે ત્રણ કારમાં સવાર થઇને હુમલાખોરો 12:30 વાગ્યે નાઇટક્લબ પહોંચ્યા હતા. ભાગતા પહેલા અડધો કલાક સુધી એમને ભવનની સામે ગોળીઓ ચલાવી.

બ્રાઝીલમાં હાલમાં નરસંહાર થતા રહે છે. અન્ય દેશોની સરખામણીમાં અહીંયા આ પ્રકારની ઘટનાઓ વધારે થાય છે. હાલના વર્ષોમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં નરસંહારની ઘટનાઓમાં વૃદ્ધિ થઇ છે.

You might also like