બ્રાઝિલની જેલમાં ગેંગવોરઃ જેલ અધિકારીઓ સહિત ૬૦નાં મોત

મનાઉસઃ બ્રાઝિલની એક જેલમાં ડ્રગ્સ માફિયા વચ્ચે થયેલી ગેંગવોરમાં જેલના અધિકારીઓ સહિત 60 લોકોનાં મોત થયાં છે હજુ આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. કારણ આ ઘટના અંગે તપાસ હજુ ચાલુ છે.  આ અંગે સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટના ગત રવિવારે સાંજે અમાજનેસ રાજ્યના મનાઉસમાં બની હતી. જેમાં જેલમાં રહેલા ડ્રગ્સ માફિયા વચ્ચે મારામારી થઈ હતી. જેમાં જેલમાં જ છુપાવવામાં આવેલાં હથિયારોનો છુટા હાથે ઉપયોગ થતા કેટલાંક કેદીઓનાં મોત થયાં હતાં. તેમની લાશ જેલમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી.

આ ઘટના બાદ હુમલાખોરોને કાબૂમાં લેવા વધારાનાં દળોને બોલાવવામાં આવ્યાં હતાં. તેનાથી પણ ગેંગવોર નહીં અટકતાં સ્પેશિયલ ફોર્સને બોલાવવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ગેંગવોર સાઉ પાઉલોના ફર્સ્ટ કેપિટલ કમાન્ડ (પીસીસી) અને સ્થાનિક ક્રિમિનલ્સ વચ્ચે ડ્રગ્સની દાણચોરી અંગે થઈ હતી. જેમાં કેદીઓએ 12 સુરક્ષા ગાર્ડની બંદૂક છીનવી લીધી હતી. તેમજ રેડ કમાન્ડ જૂથે બીજી ગેંગના 74 કેદીને બંધક બનાવી લીધા હતા. અને બાદમાં ફાયરિંગ કર્યું હતું. બ્રાઝિલમાં આ અગાઉ 1992માં પણ સાઉ પાઉલોની કરાનદીરુ જેલમાં હિંસા ભડકી હતી.

http://sambhaavnews.com/

You might also like