બ્રાઝીલમાં ચાર્ટર પ્લેન દુર્ઘટનાંગ્રસ્ત : વેલનાં 6 અધિકારીઓનાં મોત

પઉલો : બ્રાઝીલનાં ઉત્તરી ઉપનગર સાઓ પાઉલોમાં એક ચાર્ટર પ્લેન અકસ્માતગ્રસ્ત થઇ ગયું હતું. જેનાં કારણે તેમાં બેઠેલા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. મૃતકોમાં વિશ્વનાં અગ્રણી લોખંડનાં વેપારી અને ખનન કંપની વેલનાં પુર્વ કાર્યકારી અધિકારી રોજર અગનેલીનો પણ સમાવેશ થાય છે. ફાયરબ્રિગેડ વિભાગનાં એખ પ્રવક્તાએ જણાવ્યું કે દુર્ઘટનાં સ્થાનિક સમયાનુસાર 03.20 વાગ્યે બની હતી. જ્યારે સાત સીટવાળું આ વિમાન સાઓ પાઉલોનાં કેમ્પો ડી મારટે હવાઇ મથક પર ઉડતાની સાથે જ બે ઇમારતોની વચ્ચે ટકરાઇ ગયું હતું.

દુર્ઘટનામાં વિમાનનાં પાયલોટ સહિત કુલ 6 લોકોનાં મોત થયા છે. દુર્ઘટનાંગ્રસ્ત વિમાન ખનન કંપની વેલનાં પૂર્વ કાર્યકારી અધિકારી રોજર અગનેલીનું હતું. દુર્ઘટનામાં વિમાનનાં પાયલોટ અને છ અન્ય લોકોનાં મોત થયા છે. મૃતકોમાં અનગેલીની પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો પણ સમાવેશ થાય છે.

રિપોર્ટનાં અનુસાર દુર્ઘટનાં સ્થળ પર પહોંચેલા ફાયરબ્રિગેડ અને નગર નિગમનાં અધિકારીઓનાં અનુસાર વિમાને ઉત્તરી સાઉન્ડ પાઉલોથી જ ઉડ્યન ભરી હતી. તેનાં થોડા જ સમય બાદ ક્રેશ થઇને એક ઘર પર તુટી પડ્યું હતું. જમીન પર પણ એક વ્યક્તિ દુર્ધટનાનાં કારણે ઘાયલ થયો હતો. જો કે હજી સુધી પ્લેન ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. હાલ તો વિમાનનાં કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ બ્લેક બોક્સને કબ્જે લઇને તપાસ કરવામાં આવશે. કયા કારણે વિમાન તુટી પડ્યું તે અંગેનું કારણ જાણી શકાશે.

You might also like