સાત વર્ષની બાળકીઅે ટ્વિટર પર લખ્યું અાખરી સંદેશ ‘બચવાની અાશા નથી’

અલેપ્પો: ગૃહ યુદ્ધ અને અાતંકવાદમાંથી જકડાયેલા સિરિયાના શહેર અલેપ્પોમાં રહેનારી સાત વર્ષની બાળકી બાના અને તેની માતા ફાતિમા ટ્વિટર પર એક જાણીતું નામ છે. બાના અને ફાતિમા ટ્વિટર પર અલેપ્પો અને ત્યાની પરિસ્થિતિ અંગે ટ્વિટ કરીને જાણકારી અાપે છે. અા એકાઉન્ટ ફાતીમા સંભાળે છે અને તે બંને અા ટ્વિટર એકાઉન્ટને ટ્વિટ કરે છે.

હવે બાના અને ફાતિમાઅે એક પછી એક ઘણાં ટ્વિટ કરીને કહ્યું કે ત્યાં થઈ રહેલી ભારે બોમ્બ વર્ષા અને હવાઈ હુમલાની ખૂબ જ ડરામણી તસવીર દુનિયા સામે રાખી છે. તેમને લખ્યું કે અમે ભાગી રહ્યા છીઅે. ભારે બોમ્બ વર્ષામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અમે જીવતા રહેવા માટે લડી રહ્યા છીઅે.

ટ્વિટર પર બાનાના ૧.૪ લાખથી વધુ ફોલોઅર્સ છે. અલેપ્પો પર સતત થઈ રહેલા બોમ્બમારાની ઘણી તસવીરો અને વીડિયો પણ તેમને પોસ્ટ કર્યા છે. તેનો અંદાજ અા ટ્વિટર પરથી લગાવી શકાય છે. ૨૭ નવેમ્બરે બાનાની માતા ફાતિમાઅે લખ્યું કે, ‘અાખરી સંદેશ-હજુ અમારા પર ભારે બોમ્બવર્ષા થઈ રહી છે, અમે હવે જીવિત નહીં રહી શકીઅે. અમે મરી જઈઅે તો અે બે લાખ લોકો અંગે વાત કરતા રહેજો જે હજુ અહીં ફસાયેલા છે.’

અલેપ્પોમાં રશિયાના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સેના વિરોધી જૂથના કબજાવાળા ભાગમાં જબરજસ્ત સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. બાનાઅે ટ્વિટ કરીને અા બોમ્બ વર્ષાના કારણેે થઈ રહેલી બરબાદી અને મૃત્યુની ખતરનાક તસવીર રજૂ કરી છે. ઘણા કલાકો બાદ ૨૮ નવેમ્બરે ધૂળથી ધંકાયેલી બાનાની અેક તસવીર તેની માતાઅે ટ્વિટર પર અપલોડ કરી અને લખ્યું કે અાજે રાત્રે અમારી પાસે કોઈ ઘર નથી. અમારા ઘર પર બોમ્બ પડ્યો અને તે બરબાદ થઈ ગયું. માત્ર કાટમાળ બચ્યો છે. મેં લોકોને મરતા જોયા અને હું પણ મરવાની અણી પર હતી.

અાગામી દિવસે ફરી તેણે ટ્વિટ કરીને લખ્યું કે હજુ અમારી પર બોમ્બ ફેંકવાનું ચાલું છે. અમે જિંદગી અેને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છીઅે. અમારા માટે દુઅા કરતા રહો. સેના દ્વારા બોમ્બ ફેંકવાના શરૂ કરાતાં ફાતિમાઅે ફરી લખ્યું કે સેના અાવી ગઈ છે. હું બિલકુલ ગંભીરતાથી કહી રહી છું. કદાચ અા દિવસો અમારી જિંદગીના છેલ્લા દિવસો હોઈ શકે છે. ઇન્ટરનેટ પણ નથી. અમારા માટે પ્રાર્થના કરજો.
http://sambhaavnews.com/

You might also like