બ્રાન્ડેડ ધાન્ય પર પાંચ ટકા જીએસટીની સ્પષ્ટતા

નવી દિલ્હી: અનાજ અને બ્રાન્ડેડ અનાજનું વેચાણ કરતા વેપારીઓમાં જીએસટી સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી અસમંજસની સ્થિતિ પ્રવર્તતી હતી, પરંતુ નાણાં વિભાગે આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે કે રજિસ્ટ્રાર ઓફ ટ્રેડમાર્ક્સ હેઠળ નોંધાયેલાં બ્રાન્ડેડ અનાજ પર પાંચ ટકા સેન્ટ્રલ જીએસટી લાગશે, જ્યારે અન્ય અનાજ પર ટેક્સ નહીં લાગે. રજિસ્ટર્ડ બ્રાન્ડનેમની વ્યાખ્યા અંગે ઊભી થયેલી શંકાઓનું સમાધાન કરતા નાણાં વિભાગે આ પ્રકારની સ્પષ્ટતા કરી છે.

નાણાં વિભાગે સ્પષ્ટતા કરી છે કે ટ્રેડ માર્ક્સ એક્ટ હેઠળ નહીં નોંધાયેલા અન્ય ખાદ્ય વસ્તુઓ, કઠોળ, અનાજ તથા ઘઉં-ચોખા જેવી ખાદ્ય વસ્તુઓના સપ્લાય પર પાંચ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગશે નહીં, પરંતુ આવી વસ્તુઓના સપ્લાય કન્ટેનરમાં થશે અને રજિસ્ટર્ડ બ્રાન્ડ નેમ લાગશે તો પાંચ ટકા જીએસટી લાગશે.

મિલરોનો નવો માલ આવતાં અનાજ બજારમાં રાહત
જીએસટીના પગલે સ્થાનિક કાલુપુર, માધુપુરા સહિતના હોલસેલ વેપારીઓએ જૂના સ્ટોકનો ૩૦ જૂન પહેલાં નિકાલ કરી દીધો હતો. બીજી બાજુ મિલરોએ પણ જીએસટીના અમલ થયા બાદ વિસંગતતા તથા સ્પષ્ટતાના અભાવ વચ્ચે પાંચમી જુલાઈ સુધી મિલના કામકાજ બંધ રાખી સપ્લાય પણ ઠપ કરી દીધો હતો. ગઇ કાલથી મિલરોએ માલનો સપ્લાય ચાલુ કરતાં સ્થાનિક બજારમાં માલ આવવાનો શરૂ થઇ ચૂક્યો છે, જેના પગલે અનાજ બજારમાં રાહત થઇ છે. નોંધનીય છે કે સ્થાનિક અનાજના વેપારીઓ જીએસટીમાં બ્રાન્ડેડ તથા છૂટક અનાજના વેચાણ સંબંધે હોલસેલ વેપારીઓમાં અસ્પષ્ટતા હતી અને તેથી કાલુપુરના લાટ બજાર, ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશન તથા માધુપુરા બજારના હોલસેલ વેપારીઓએ આ સંદર્ભે હડતાળ પણ પાડી હતી.
http://sambhaavnews.com/

You might also like