બ્રાન્ડેડ કંપનીનાં સ્ટિકર લગાવી LED ટીવી વેચતી ટોળકી ઝડપાઇ

અમદાવાદ: અમદાવાદમાંથી સસ્તા ભાવે ટીવી ખરીદી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર તેમજ માર્કા લગાવી વડોદરાના જુદા જુદા વિસ્તારમાં મોંઘાભાવે આવા ડુપ્લીકેટ ટીવી વેચી મોટી કમાણી કરતી ટોળકીને વડોદરા પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરાના પાદરા રોડ પર આવેલી આરુણી રેસિડન્સીમાં રહેતા કેટલાક શખસો અમદાવાદમાંથી સસ્તા ભાવે ટીવી ખરીદી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને માર્કા લગાવી આવા ટીવી વેચી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી બિપીન ભીખાભાઇ સાકરિયા, ચિરાગ બાબુભાઇ સેલડિયા અને અક્ષય રમેશ સેલડિયાને ઝડપી લઇ આશરે રૂ.૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like