બ્રાન્ડના મહારથીઓની બહુમૂલી વાતો…

ક્વૉલિટીમાં કોમ્પ્રોમાઈઝ ક્યારેય નથી કરતા
ગ્રાહકોએ તેલની ખરીદી હંમેશાં વ્યવસ્થિત અને ભરોસાપાત્ર જગ્યાએથી કરવી જોઈએ. જેનું પાકું બિલ લેવાનો આગ્રહ હંમેશાં રાખવો જોઈએ. લોકોમાં આજે જાગ્રતતા વધી છે. તે બ્રાન્ડેડ પ્રોડક્ટ લેવાનું વધુ પસંદ કરે છે. આજે પણ ગુજરાતમાં વર્ષનું તેલ ભરવાની પ્રથા હજુ છે. જ્યારે કેટલાક લોકો જરૂરિયાત પૂરતું તેલ લાવતા પણ થયા છે. ૧૯૬૬થી ગુલાબ સિંગતેલનું પ્રોડક્શન કરીએ છીએ. આજ સુધી અમે ક્વૉલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. જો કસ્ટમર અમારા તેલ પાછળ આટલા રૂપિયા ખર્ચે તો તેમને શુદ્ધ, ફિલ્ટર અને પ્રોસેસ કરેલું તેલ આપવા અમે કટિબદ્ધ છીએ, કેમ કે જો ગ્રાહકને વિશ્વાસ અને ક્વોલિટી મળશે તો તે જરૂર બીજી વખત પ્રોડક્ટની માગ કરશે.
મૂકેશભાઈ નથવાણી (સી.એમ.ડી. ગુલાબ ગ્રૂપ)

સસ્તું નહીં સારું ખરીદો
ભોજનને સ્વાદિષ્ટ બનાવવા અને આયુર્વેદિક તથા હર્બલ દવાઓ બનાવવામાં જેનો ઉપયોગ થાય તેવી હિંગનું ઉત્પાદન ભારતમાં થતું નથી. તેને અફઘાનિસ્તાન અને કાબૂલમાંથી આયાત કરવામાં આવે છે. જે વનસ્પતિના રસમાંથી બને છે અને દેશમાં રૉ મટીરિયલમાં આવે છે. આથી તેના ક્લીનિંગનું પ્રોસેસિંગ અહીં આવ્યા બાદ થતું હોય છે અને ત્યારબાદ તે ગ્રાહકો સુધી પહોંચતું હોય છે. હિંગની ખરીદી કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે, સ્ટાન્ડર્ડ કંપનીની હિંગની ખરીદી કરવી જેથી તેના ક્લીનિંગની પ્રોસેસ સારી રીતે થયેલી હોય, તેનું પેકિંગ વ્યવસ્થિત હોય કે જેથી કરી તેની સુગંધ અકબંધ રહે અને ક્વોલિટી પણ જળવાયેલી હોય. હિંગ ક્યારેય સસ્તી નથી મળતી આથી ભેળસેળ કરેલી સસ્તી હિંગની ખરીદી કરવી નહીં, તેની પર સરકારના ઓથેન્ટિક માર્ક્સ હોવા જરૂરી છે, પી.પી.બેગમાં મળતી હિંગની ખરીદી ટાળવી જોઈએ. આ સિવાય ઇન્સ્ટન્ટ મિક્સ પેકેટની વાત કરીએ તો તેની ખરીદીમાં પણ બ્રાન્ડ અને ડેટને ધ્યાનથી ચકાસવી. બીજાં ઘણાં સસ્તી કિંમતનાં ઇન્સ્ટન્ટ મિક્સ માર્કેટમાં મળે છે પરંતુ સસ્તું નહીં સારું ખરીદો.
સમીર પટેલ  (ડિરેક્ટર, ગજાનંદ મસાલા)

સફેદ ગોળની ખરીદી ટાળો
લોકો આજે સફેદ ગોળ ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ તેમાં કેમિકલનું પ્રમાણ રહેલું હોય છે અને મીઠાશ લાવવા નિમ્ન કક્ષાની ખાંડનો ઉપયોગ પણ થયો હોય છે. જે શરીર માટે નુકસાનકારક છે. આહારમાં ગોળ ઉત્તમ ગુણોથી ભરપૂર છે. નેચરલ ગોળમાં હિમોગ્લોબીનની માત્રા વધુ હોય છે. તેમાં પેન્ટોથેનિક એસિડ-ઇનાસિટોલ સર્વોપરી છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે હિતકારી છે. નેચરલ ગોળનો કલર પ્યોર ચોકલેટી હોય છે. આથી ગ્રાહકે ગોળની ખરીદીમાં ઘણી સાવચેતી રાખવી. અમારો હેતુ છે કે જો ગ્રાહક ગોળ પાછળ પૈસા ખર્ચતો હોય તો તેને શુદ્ધ અને સાત્ત્વિક ગોળ મળી રહે. અમારી પ્રોડક્ટ કૃતિકા ગોળની બનાવટ નેચરલ વસ્તુઓથી થઈ છે. ગોળ બનાવટની પ્રોસેસમાં અમે શરૂઆતથી લઈ અંત સમય સુધીનું ધ્યાન રાખીએ છીએ. આથી તમારા રોજિંદા જીવનમાં તેનો વપરાશ કરવાથી કોઈ પણ નુકસાન થતું નથી. કૃતિકા ગોળની ગુણવત્તાને કારણે આજે માર્કેટમાં તેણે નામ અને સ્થાન ઊભું કર્યું છે. જ્યારે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં અમારી પ્રોડક્ટનો લોકો વપરાશ કરી રહ્યા છે.
ઉમેશ મહેતા  (મેનેજિંગ ડિરેક્ટર, કૃતિકા એગ્રો પ્રા. લિ)

છૂટક માલની ખરીદી ન કરવી
અમે ઘણીબધી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ, પરંતુ હાલ ઉપવાસના દિવસો ચાલી રહ્યા છે તો તેના વિશે વાત કરીએ. અમે ખાસ કરીને ફરાળી વસ્તુઓ જેમ કે રાજગરાનો લોટ, મોરૈયો, સાબુદાણા, શીંગોડાનો લોટ, મખાણા, સિંધવ મીઠું વગેરે જેવી ફરાળી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. આજે આ તમામ ફરાળી વસ્તુઓ માર્કેટમાં છૂટક પણ મળે છે. જે ખરીદવાનો આગ્રહ ગ્રાહકોએ ઓછો રાખવો જોઈએ, કેમ કે ખુલ્લી અને છૂટક ફરાળી વસ્તુઓની ખરીદીમાં હાઇજિનને લઈને ઘણા પ્રશ્નો રહે છે. તે વહેલી ખરાબ થઈ શકે છે, તેમાં ધનેરાં પડી શકે છે. આ વસ્તુઓમાં અન્ય ખાદ્ય પદાર્થોની ભેળસેળ થયેલી હોઈ શકે. આમાંથી કેટલીક વસ્તુઓમાં સ્ટાર્ચ પણ ભેળવવામાં આવ્યો હોય છે. આથી જ બને ત્યાં સુધી શુદ્ધતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વસ્તુઓ બ્રાન્ડેડ અને વ્યવસ્થિત પેકિંગ થયેલી જ ખરીદવી જોઈએ જેથી તેની ગુણવત્તા પણ જળવાયેલી હોય છે અને ચોખ્ખી પણ હોય છે.
અકીલ અતુલભાઈ શાહ (ઓનર,સાકરચંદ કરસનદાસ ટ્રેડિંગ કંપની)

નવી પેઢી ક્વોલિટી, પ્યોરિટી અને ન્યુટ્રિશિયનની માગ કરે છે.
રોજિંદા આહારમાં જો સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય તો તે ઘઉંનો લોટ છે. જેના માટે લોકો તૈયાર લોકલ ઘંટી પર દળેલો લોટ ખરીદે, ઘરમાં ઘઉંનો સંગ્રહ કરે – ઘરે જ લોટ ઘંટીમાં પીસે છે અથવા તો રેડીમેડ લોટનાં પેકેટ ખરીદતા હોય છે. આ તમામ બાબતમાં સૌથી મહત્ત્વનું છે કે ઘઉં કયા સ્થળના અને કયા છે. આમ તો ઘઉંની ઘણીબધી જાત હોય છે પરંતુ તે બધામાંથી એમપીના શરબતી ઘઉં ઉત્તમ ક્વોલિટીના ગણાય છે. આજે નવી પેઢી ગુણવત્તાસભર રેડીમેડ લોટનાં પેકેટની ખરીદી કરતા હોય છે. જેમાં તેઓ ક્વોલિટી, પ્યોરિટી અને ન્યુટ્રિશિયન પણ માગતા હોય છે. આથી અમે અમારી પ્રોડક્ટ તૈયાર કરવામાં ઇનપુટથી લઈ ફાઈનલ પેકિંગ સુધીના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ છીએ જેથી ગ્રાહકોને એક ઉત્તમ ક્વોલિટી આપી શકીએ. ગ્રાહકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રેડીમેડ ઘઉંના લોટનું પેકેટ એક વખત ખોલો ત્યારબાદ તેને એરટાઈટ ડબ્બા, જાર કે કન્ટેનરમાં ભરી લેવું જેથી કરી તેની ક્વોલિટી, ગુણવત્તા અને સુગંધ જળવાઈ રહે.
અનિલ કડીવાર (ઓનર, વેસ્ટર્ન પ્રોટીન)
તેલ હંમેશાં બ્રાન્ડેડ લેવું જોઈએ
આહારમાં તેલનું મહત્ત્વ ઘણું હોય છે, કેમ કે તેલમાં જરૂરી તમામ પોષકતત્ત્વો રહેલાં છે. ગ્રાહકોએ તેલની ખરીદી કરતા પહેલાં ધ્યાન રાખવું કે તેલ હંમેશાં સારી બ્રાન્ડનું લેવું. તેના પરની સાતત્યતા ચકાસવી, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ જોઈ લેવી વગેરે. છેવાડાનાં ગામડાંમાં આજે પણ છૂટક તેલ લેવાની પ્રથા છે પરંતુ તે તેલની ક્વોલિટી અને ગુણવત્તા માટે હંમેશાં સવાલો રહે છે. હજુ ઘણાં ઘરોમાં આજે પણ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલ જથ્થાબંધ ભરવાની પ્રથા છે, કેમ કે સિઝનમાં તેલની ક્વોલિટી પણ સારી મળે છે અને તેના ભાવ પણ ઓછા હોય છે તે યોગ્ય છે, પરંતુ હવે સમયની સાથે લોકો નાના તેલનાં પેકિંગ પણ વાપરતા થયા છે. ભારતની પહેલી આઈએસઓ સર્ટિફિકેટ અમારી પ્રોડક્ટ ધરાવે છે. ગ્રાહકને અમે ઉત્તમ ક્વોલિટીનું તેલ આપીએ છીએ, પરંતુ તેમની સુવિધાઓનો પણ ખ્યાલ રાખીએ છીએ.
શૈલીન પટેલ (માર્કેટિંગ હેડ, તિરુપતિ)

બ્રાન્ડેડ વસ્તુની ખરીદી કરવી
કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ હોય તેની ક્વોલિટી જાળવવા વ્યવસ્થિત પ્રોસેસિંગ થતું હોય છે. આથી ગ્રાહકે બ્રાન્ડની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી તેમને વસ્તુ ચોખ્ખી મળે. તુવેરની દાળની ખરીદી કરતા પહેલાં પણ પેકિંગ પરની ડેટ જોઈ લેવી. તેનું સીલ અને પેકિંગ વ્યવસ્થિત છે તે ચકાસી લેવું. પહેલાંના જમાનામાં દાળને સિઝનમાં ભરી લેવામાં આવતી હતી. તેનાં બે કારણો હતાં કે સિઝનમાં ભરાતી દાળ ફ્રેશ હોય અને બીજું કે તેની કિંમત પણ ઓછી રહેતી. હવે લોકો સિઝન સિવાય જોઈએ તેટલી દાળ ખરીદી લે છે. અમે ગ્રાહકને એકસરખી ક્વોલિટીની દાળ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. દાળના રૉ મટીરિયલ પર તેનાં તત્ત્વો જળવાઈ રહે તે રીતે વ્યવસ્થિત પ્રોસેસ કરી તેને તૈયાર કરીએ છીએ જેથી ગ્રાહકને સારી દાળ મળી શકે.
પીયૂષ પટેલ  (પાર્ટનર, અંગુર તુવેરદાળ)

ગ્રાહકે ખરીદી પહેલાં ધ્યાન રાખવું
આજે માર્કેટમાં બ્રાન્ડેડ વસ્તુની સામે ડુપ્લિકેટ વસ્તુ મળતી હોય છે. જેનો ભાવ બ્રાન્ડેડ કરતાં ઓછો હોય છે, પરંતુ ગ્રાહકે તે માલની કિંમત નહીં પરંતુ ગુણવત્તા ચકાસવી જોઈએ. આ સાથે તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયર ડેટ પણ ખાસ જોવી. પ્રોડક્ટ પર લખાયેલી એમઆરપી કરતાં વધારે રૂપિયા ક્યારેય ન આપવા જોઈએ. હંમેશાં બ્રાન્ડેડ પ્રોડક્ટ ખરીદશો તો ચોક્કસ તેની કિંમત સામાન્ય પ્રોડક્ટ કરતાં થોડી વધારે હશે. પરંતુ તે પ્રોડક્ટ ગુણવત્તાસભર હશે. જેનો ફાયદો તમને ચોક્કસ થશે. બજારમાં બ્રાન્ડેડ વસ્તુઓની માગ તેની ક્વોલિટીને આધારે જ હોય છે. આજે સમયની સાથે માર્કેટમાં પ્રોડક્ટ્સ પણ વધી રહી છે અને તેની માગ પણ વધી રહી છે, પરંતુ માર્કેટમાં ટકી રહેવા બ્રાન્ડ બનાવવા ગ્રાહકોનો વિશ્વાસ જરૂરી છે. આજે અમારી પ્રોડક્ટ્સ માત્ર બ્રાન્ડથી જ ખરીદાય છે.
સુધીર એમ. દુબલ (ડાયરેક્ટર, ગાંધીસ સ્પાઈસીસ પ્રા.લિ.)

જૂની અને જાણીતી બ્રાન્ડની પ્રોડક્ટ ખરીદવી
જૂની અને જાણીતી બનેલી બ્રાન્ડ હંમેશાં વિશ્વાસપાત્ર હશે. ગ્રાહકો તેમની વસ્તુ માત્ર બ્રાન્ડને આધારે જ લઈ જશે, પરંતુ પ્રોડક્ટમાં નવીનતા લાવવી એ અમારી જવાબદારી છે. પહેલાં ઘંટી વેક્યુમ વગરની મળતી જેને હાથે સાફ કરવી પડતી, પરંતુ હવે વેક્યુમવાળી ઘંટી હોય છે જેથી કરીને ગ્રાહક તેને સરળતાથી સાફ કરી શકે છે. વસ્તુને જેટલી સાચવીએ તેટલી તે સચવાય છે. ૨૨ વર્ષથી અમારી પ્રોડક્ટ માર્કેટમાં છે. અમારા માત્ર બ્રાન્ડના નામથી લોકો ખરીદી કરે છે. જે બ્રાન્ડ બનાવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે.
દેવાંગભાઈ એચ.પાઠક (ઓનર, નટરાજ ઘરઘંટી અને કિવા ફર્નિચર)

ગ્રાહકો ક્વોલિટીની ડિમાન્ડ કરે
આજે સમય બદલાયો છે. કોઈની પાસે સમય નથી. અગાઉ મસાલા ઘરે ખાંડીને તૈયાર કરવામાં આવતા હતા. હવે મસાલાના માર્કેટમાં ક્રાંતિ આવી છે. લોકો પાસે સમયનો અભાવ હોવાથી તૈયાર અને ક્વોલિટીવાળા મસાલાની ડિમાન્ડ કરે છે. આજની પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાથી મસાલા કંપનીએ આધુનિક પ્લાન્ટમાં મસાલા તૈયાર કર્યા છે. ગુણવત્તા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અમે મસાલા તૈયાર કરીએ છીએ.
ભરતભાઈ એ. પટેલ ( પ્રોપરાઈટર, હેરિકા)

સંકલનઃ સપના બારૈયા વ્યાસ

You might also like