પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસના કારણે આવતી કાલથી શુભ કાર્યો પર લાગશે બ્રેક

અમદાવાદ: આવતી કાલથી વિવાહ સહિતના શુભ પ્રસંગો પર બ્રેક લાગશે. આ વખતે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસના કારણે હવે મે મહિનામાં આવતી કાલનો દિવસ ૧૨ મે શુભ પ્રસંગો માટેનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ ૧૬મી મેથી ૧૩મી જૂન સુધી અધિક માસના કારણે વિવાહ સહિતનાં મંગલ કાર્યો પર બ્રેક લાગશે

ત્યાર બાદ ૧૮મી જૂનથી ફરી લગ્ન માટેનાં મુહૂર્ત શરૂ થશે. જે ૧૫ જુલાઈ સુધી રહેશે ત્યાર પછી દેવ દિવાળી સુધી કોઈ શુભ મુહૂર્ત નથી. જો કે આ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધુ શુભ મુહૂર્ત છે નવા વિક્રમ સંવત વર્ષમાં આખા વર્ષનાં લગ્ન કે શુભ પ્રસંગો માટેનાં મુહૂર્ત નક્કી થઈ જાય છે આ વર્ષે અધિક માસ આવી રહ્યો છે.

અધિક માસ દરમિયાન પ્રતિષ્ઠાકર્મ, વિવાહ,લગ્ન સહિતનાં શુભ કાર્યો કરવાનું શુભ મનાતો નથી અધિક પુરુષોત્તમ માસમાં દાન, ઉપવાસ, વ્રત, પારાયણ સપ્તાહ સહિતનાં કાર્યોને પુણ્ય પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. ૧૨ જૂને વિવાહ-લગ્ન માટેનું આ માસનું છેલ્લું મુહૂર્ત છે ત્યાર પછી જૂન મહિનામાં ૩ અને જુલાઈ મહિનામાં ૬ શુભ મુહૂર્ત છે.

જૂન મહિનામાં ૧૮,૨૩,અને ૧૯ના દિવસો શુભ છે. જયારે જુલાઈ મહિનામાં ૨,૫,૬,૭,૧૦,૧૫,ના દિવસો શુભ કાર્યો માટે શ્રેષ્ઠ છે. ૧૬મી મેએ અધિક માસ એટલે કે અધિક જેઠ મહિનો શરૂ થશે. જે જેઠ વદ અમાસ ૧૩ જૂન બુધવારે પૂરો થશે
સામાન્ય રીતે એક વર્ષ ૩૬૫ દિવસનું ગણાય છે.

જેને સૌર માસ કહેવાય છે. જયારે ચંન્દ્ર માસના દિવસો ૩૫૪ હોય છે. સૌર માસ અને ચાન્દ્ર માસ વચ્ચેના દિવસોના અંતરને પૂરા કરવા માટે હિંદુ ધર્મમાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે અધિક માસ ૩૪ મહિના પછી આવી રહ્યો છે.

અધિક માસમાં જ્યોતિષ શાસ્ત્રીઓનાં મતેે શુભ કાર્યોનો નિષેધ છે. કારણ કે જયારે ચન્દ્ર સૂર્યના મંડલમાં હોય ત્યારે સૂર્ય કોઈ જો કોઈ રાશિમાં સંક્રમણ કરે ત્યારે તે યજ્ઞના ઉત્સવ વગેરેનો નાશ કરે છે તે કારણે શુભ કાર્યો નહીં કરીને આ સમયે ઈશ્વરની આરાધના, દાન અને ધાર્મિક કાર્યોને મહત્વ અપાયું છે.

You might also like