મગજ સ્વસ્થ રાખવું હોય તો દૂધ અને ચીઝ ખાઓ

વડીલો પાછલી વયે પણ કડેધડે હોય છે અેનું કારણ એ છે કે તેમણે શુદ્ધ દૂધ-ઘી ખાધાં હોય છે. અાજે ક્યાંય શુદ્ધ દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ મળતાં નથી એટલા માટે શરીર-મગજ નબળું પડી રહ્યું છે એવી શક્યતા ખરી. અાવું ઓસ્ટ્રેલિયન રિસર્ચરોનું કહેવું છે. તેમના કહેવા મુજબ બ્રેઈન હેલ્ધી રાખવું હોય તો એને ચલાવવા માટે સારી ચરબીના કોષો જરૂરી છે. અા સારી ચરબી ડેરી-પ્રોડક્ટ્સમાંથી મળી રહે છે. રિસર્ચરોએ પુખ્ત વયનાં લગભગ ૧૦૦૦ સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ચીઝ, દૂધ, યોગર્ટ જેવી ચીજો નિયમિત લેનારા લોકોની માનસિક ક્ષમતાઓ ભાગ્યે જ દૂધની બનાવટો લેનારા લોકો કરતાં ઘણી જ સારી હતી.

You might also like