મગજની યાદશક્તિ ક્ષીણ કરતો નકામો કચરો સાફ થાય છે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલથી

ઉંમરની સાથે યાદશક્તિ ક્ષીણ થતી અટકાવવી હોય તો ભોજનમાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનો સમાવેશ કરવો જરૂરી છે. આ ઓઇલ મગજની નિયમિત સાફસફાઈ કરવામાં મદદરૂપ છે. જેમ શરીરનો કોઈ પણ અવયવ હોય, એમાં અમુક સમયાંતરે નકામો કચરો જમા થતો હોય છે. આ કચરો અમુક પ્રોટીન, નાશ પામેલા કોષો કે ઉત્સર્જિત ન થયેલા ઘટકોના ભરાવાથી એકત્ર થતો હોય છે. અલ્ઝાઇમર્સ િડસીઝ થાય છે ત્યારે એમાં પણ મગજમાં જમા થતું ખાસ પ્રોટીન જવાબદાર હોય છે. અમુક ઉંમરના કારણે મગજના કોષો નાશ પામે છે, એ પણ યાદશક્તિ ક્ષીણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રોટીનયુક્ત પ્લાક કે નકામા ઘટકોની જમાવટના કારણે નવા કોષો પેદા થવાની ગતિ ધીમી પડે છે અને યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનું સેવન કરવાથી મગજમાં નકામો કચરો એકત્ર થતો નથી.
http://sambhaavnews.com/

You might also like