મગજમાં થયેલી ઈન્જરી જાણવા વિશ્વની સૌથી ટચૂકડી હથોડી વિકસાવાઈ

શરીરના ચોક્કસ ભાગમાં સંવેદના કેટલી સ્વસ્થ છે એ જાણવા માટે ડોક્ટ જે તે ભાગ પર ટચૂકડી હથોડીથી હળવેકથી મારે છે. જો સંવેદના સાબૂત હોય તો વાગવાથી તરત જ વ્યક્તિ શરીરના એ ભાગને ખેંચી લે છે અને જો સંવેદના બરાબર ન હોય તો વાગવા છતાં કોઈ પ્રતિક્રિયા નથી અાવતી. ક્યારેક પ્રતિક્રિયા મોડેથી અાવે છે. અાવો પ્રયોગ ન્યુરોલોજિસ્ટો શરીરના કોઈપણ ભાગ માટે કરે છે. જોકે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ મગજમાં ઈન્જરીની સંવેદના કેટલી સ્વસ્થતાથી અનુભવાય છે એ તપાસવા માટે મગજને મારી શકાય એવી હથોડી વિકસાવી છે.
http://sambhaavnews.com/

You might also like