સામાન્ય ચોટલી બાબતે કાશ્મીર બંધ : આર્મી ચીફે આપવી પડી સ્પષ્ટતા શું છે સમગ્ર મામલો

જમ્મુ : કાશ્મીર ખીણમાં ચોટી કાપવાની વધી રહેલી ઘટનાઓ પગલે સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે સામાન્ય ગુનો છે અને આ કોઇ સેના માટેનો પડકાર નથી. સેના પ્રમુખે કહ્યું કે બોર્ડરની પેલેપાર કોઇ ટ્રેનિંગ કેમ્પ બંધ નથી થયા.કાશ્મીરમાં પરિસ્થિતી ધીમે ધીમે બદલાઇ રહી છે. માત્ર અલગતાવાદીઓ જ પરેશાન છે. તેનાં વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ખીણમાં ચોટકાપનાર વ્યક્તિની દહેશને ખુંખાર આતંકવાદીઓમાં પણ ટેન્શન વધારી દીધું છે. સ્થાનીક લોકો કોઇ પણ અજાણ્યા વ્યક્તિને ચોટી કાપનાર વ્યક્તિ ગણીને તેને માર મારી રહ્યા છે. એટલું જ નહી સ્થાનીક ગ્રામીણો રાત્રે પહેરો પણ ભરી રહ્યા છે. શુક્રવારે જમ્મુ કાશ્મીરનાં ઠોકરપુર પુલવામાં સ્થાનિક લોકોએ ચોટી કાપનાર સમજીને ત્રણ આતંકવાદીઓે માર માર્યો. ત્યાર બાદ આતંકવાદીઓએ પણ કેટલાક લોકો સાથે મારામારી કરી હતી. જેમાં ત્રણ નગારિકો ઘાયલ થયા અને આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા.

કાશ્મીરમાં છેલ્લા ડોઢ મહિનાથી ચોટલી કાપનાર વ્યક્તિની દહેશત યથાવત્ત છે. સ્થાનિક તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી મુશ્કેલ થઇ રહી છે. સ્થાનિકો કોઇ પણ અજાણ્યા વ્યક્તિને ચોટલી કાપવા વાળો સમજીને મારપીટ કરી રહ્યા છે. ગ્રામીણો રાત્રે પણ સતત પહેરો ભરી રહ્યા છે. અગાઉ શુક્રવારે બારા મુલાકમાં ચોટી કાપનારો સમજીને એક યુવકને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. ચોટી કાપનાર વ્યક્તિની ઓળખ કરાવનારને છ લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

You might also like