ચીની સીમા પર સૈન્ય વધારે 100 બ્રહ્મોસ મિસાઇલો ખડકશે

નવી દિલ્હી : ભારતે ચીન સીમા પર પોતાની સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબુત કરવા માટે વધારે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોને ગોઠવવાનો નિર્ણય કર્યો છે. 290 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઇલો પુર્વી સેક્ટર ખાતે ચીની સીમા નજીક ગોઠવવામાં આવશે.

સંરક્ષણ સુત્રોએ જણાવ્યું કે સરકારે હાલમાં જ આ મિસાઇલોને ગોઠવવા માટેની મંજુરી આપી દીધી છે. તેમનાં અનુસાર સરકારે 4300 કરોડ રૂપિયાનાં ખર્ચે ચોથી બ્રહ્મોસ રેજિમેન્ટને ગોઠવવા માટેની મંજુરી આપી દીધી છે. આ રેજિમેન્ટમાં લગભગ 100 મિસાઇલો, 12*12 હેવી ડ્યુટી ટ્રક્સ પર પાંચ મોબાઇલ ઓટોનોમસ લોન્ચર્સ અને એક મોબાઇલ કમાન્ડ પોસ્ટનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય કેટલાક હાર્ડવેર અને સેફ્ટવેરનો આમાં સમાવેશ થાય છે.

સેના દ્વારા કેટલીક વખત બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવી ચુક્યું છે. અંતિમ વખત જાહેર પરિક્ષણ મે 2015માં પુર્વી સેક્ટર ખાતે સફળ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ મિસાઇલ સ્ટીપ ડાઇવ કપેબિલિટીજથી સુસજ્જીત છે. જેમાં આ પહાડી વિસ્તારની પાછળ આવેલા ટાર્ગેટ પર પણ નિશાન સાધવા માટે સક્ષમ છે.

અત્રે ઉલ્લે્ખનીય છે કે સેના પહેલા જ બ્રહ્મોસ મિસાઇલોની ત્રણ રેજીમેન્ટને પોતાનાં ખજનામાં સમાવી ચુકી છે. આ મિસાઇલની મારક ક્ષમતા 290 કિલોમીટર અને અને તેની ગતિ 2.8 મૈક એટલે કે અવાજની ગતિ કરતા પણ ત્રણ ગણી વધારે હોય છે. આ મિસાઇલને જમીન, સમુદ્ર અને હવા ઉપરાંત સબમરીન દ્વારા પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

You might also like