બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ, સેનાની તાકાત વધી

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ બુધવારે સતત બીજા દિવસે બ્રહ્મોસ બ્લોક-3 જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. સેનાએ કહ્યું કે મિસાઇલે કોપીબુક પ્રમાણે તમામ ઉડાન માપદંડને પૂરા કરવા સાથે સફળતાથી લક્ષ્ય સાધ્યું છે. સેનાએ કહ્યું છે સતત પાંચમી વખત બ્રહ્મોસના બ્લોક-3 સંસ્કરણનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. સાથે જ જમીન પર હુમલો કરવા બાબતે તેની શ્રેણીના અન્ય કોઇ હથિયારમાં આવી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. રક્ષા નિવેદન પ્રમાણે સતત સફળ પરીક્ષણે દુર્જેય હથિયારોને મારવાની દેશની ક્ષમતાને વધારે મજબુત બનાવી છે. 2 મે 2017 આ દિશામાં જ લાંબા અંતરને કાપનાર મારક હથિયારનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું આ સફળતાપૂર્વ પરીક્ષણ, મોબાઇલ ઓટોનોમસ લોન્ચર્સથી પૂર્ણ પરિચાલન અવસ્થામાં જમીનથી જમીનની મારકક્ષમતા વાળી મિસાઇલના રૂપમાં પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કરવામાં આવ્યું છે. ઉચ્ચસ્તર અને જટિલ યુદ્ધઅભ્યાસોને આયોજીત કરતી વખતે કોપીબુકના તમામ માપદંડો સાથે સફળ પરીક્ષણ થયું છે. બહુભૂમિકા વાળી આ મિસાઇલે જમીન આધારિત લક્ષ્ય પર આક્રમક રીતે સફળતાપૂર્વક હુમલો કર્યો છે. બંને પરીક્ષણો દરમ્યાન લક્ષ્ય પર હુમલો કરવા મામલે મિસાઇલની આક્રમકતા એક મીટરથી પણ ઓછી ન હતી.

http://sambhaavnews.com/

You might also like