અમદાવાદ કલેકટર કચેરી ખાતે બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ આમરણાંત ઉપવાસ પર

અમદાવાદઃ શહેરમાં કલેકટર કચેરી ખાતે બ્રહ્મ વિકાસ આયોગની માગ સાથે બ્રહ્મ સમાજનાં કેટલાંક આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠ્યાં છે. 20થી વધુ બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ આમરણાંત ઉપવાસ પર બેઠ્યાં છે.

પોલીસ મંજૂરી વગર બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ ઉપવાસ પર બેઠ્યાં છે. કર્મકાંડી બ્રાહ્મણ ધાર્મિક વિધિ સાથે સંકળાયેલાં હોવાંથી આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેમનાં માટે સરકાર અલગ બ્રહ્મ વિકાસ આયોગની સ્થાપના કરે તેવી માંગ કરી રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ગત 26 જાન્યુઆરીએ પણ તેઓએ વિશાળ રેલી યોજીને સરકારને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ સરકાર તરફથી કોઇ ખાસ ધ્યાન અપાયું નથી. જેથી બ્રાહ્મણો આમરણાંત ઉપવાસ પર બેઠ્યાં છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં જે રીતે વિવિધ સમુદાયને સરકાર દ્વારા સહાય અને લાભ આપવામાં આવે છે તેમ બ્રહ્મ સમાજને પણ ખાસ મદદ કરવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટર કચેરી ખાતે બ્રહ્મ સમાજનાં કેટલાક આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

You might also like