બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં માતા પિતા શિવ તથા દુર્ગા

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્ત્વ હતું આ તત્ત્વને અંતિમ તત્ત્વ કહેવામાં આવે છે; તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે.
બીજો પુરુષ જે શિવ તત્ત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નીલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવ છો માટે તમારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવ ભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું.

વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઊંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સો વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્મા વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બંને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બંનેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે.

સદાશિવે પોતાના શરીરમાંથી શક્તિની રચના કરી. શક્તિ અને શિવે પોતાના ડાબા અંગમાંથી એક પુરુષને પ્રગટ કર્યો, શિવે તેને કહ્યુ તમે વ્યાપક હોવાના કારણે વિષ્ણુ નામથી પ્રખ્યાત થશો. આ રીતે વિષ્ણુના માતા પિતા કાળરૂપી સદાશિવ અને પરાશક્તિ દુર્ગા છે. વિષ્ણુને ઉત્પન્ન કર્યા બાદ સદાશિવ અને શક્તિએ પોતાના જમણા અંગમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને વિષ્ણુના નાભિ કમળમાં સ્થાપિત કર્યા, આ રીતે તે કમળથી બ્રહ્માજીનીનો જન્મ થયો. •

You might also like