Categories: Dharm

આસુરી મનોવૃત્તિ તામસી પ્રકૃતિનું લક્ષણ છે

મનુષ્ય ત્રણ પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોય છે. ઘણી વખત ત્રણેય પ્રકૃતિ એક સાથે પ્રગટ થાય છે તો ઘણી વખત સાત્વિક પ્રકૃતિ પ્રગટી હોય તે જ વખતે તામસી પ્રકૃતિનો ઉદ્દભવ થઇ શકે છે. શુદ્ધ અને સાત્વિક મનુષ્યમાં સા‌િત્વક પ્રકૃતિ હોય છે. તે મહદંશે દયાળુ, સજ્જન, પરોપકારી હોય છે. રાજસી પ્રકૃતિવાળો મનુષ્ય મોટે ભાગે ભોગવાળી પ્રકૃતિ તથા નિજાનંદમાં મસ્ત હોય છે. જ્યારે તામસી પ્રકૃતિ ધરાવતો મનુષ્ય આસુરી મનોવૃત્તિ ધરાવે છે. આવા મનુષ્યો લોકોનું પડાવી લેવાની વૃત્તિ ધરાવતો હોય છે. બીજાને દુઃખ આપવામાં આનંદ અનુભવતો હોય છે. તે બીજાને દુઃખી જોઇને આનંદ અનુભવતો હોય છે. આવા મનુષ્યોને આપણે તામસી પ્રકૃતિવાળા ગણી શકીએ.
આસુરી મનુષ્યો વિચારે છે કે, “આજે મારી પાસે આટલું બધું ધન છે. મારી પાસે આ યોજનાઓ છે. જેના દ્વારા હું વધુ સુખી થઇ શકીશ. મારી યોજનાઓ થકી હું ભવિષ્યમાં વધુ સુખી થઇ શકીશ. તે મારો શત્રુુ છે.મેં તેને માની નાખ્યો છે. મારા બીજા શત્રુઓ પણ હું મારી યોજનાના સ્વરૂપે મારી નાખીશ. હું બધી વસ્તુઓનો સ્વામી છું. હું ભોક્તા છું, હું સિદ્ધ છું. હું શક્તિશાળી છું, શક્તિશાળી સુખી પણ હું જ છું. હું સૌથી ધનવાન છું. મારી આજુબાજુ મારા કુળવાન સંબંધી છે. મારા જેવો બીજો કોઇ વિદ્વાન, બળવાન અને સુખી કોઇ નથી.
આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદિગ્ન થયેલ અને મોહરૂપી જાળમાં ફસાયેલ મનુષ્ય ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે. અંતે નરકમાં પડે છે. આસુરી ચિત્તવૃત્તિ ધરાવતો મનુષ્ય ધન મેળવવાની તેની ઇચ્છાની સીમાને જાણતો નથી. તેની ઇચ્છા અનહદ હોય છે. તે માત્ર એટલું જ વિચારતો હોય છે કે તેની પાસે અત્યારે કેટલી સંપત્તિ છે ? તે એવી જ યોજના ઘડતો હોય છે કે બીજા બધા જ મનુષ્યો મને રાજા તરીકે સ્વીકારે, મારી આજ્ઞાનુસાર વરતે. તેના આવા વિચાર અને તેનું તામસી વર્તન દિવસે દિવસે તેને પાપકર્મો તરફ ધકેલે છે. તેના પાપ એટલાં બધા વધી જાય છે કે તે અંતે નરકગામી બને છે. તામસી પ્રકૃતિવાળી વ્યક્તિ પાસે બે પૈસા જમા થાય કે તરત જ તેની બુદ્ધિ સાતમાં આસમાને વિહરવા માંડે છે. તે કોઇનુંય અપમાન કરતાં વિચારતો નથી. તે તેની પાસેના ધનથી એટલો છાકટો બની જાય છે કે તે સારા નરસાનો ભેદ ભૂલી જાય છે. તે સજ્જન અને ભલા મનુષ્યોનો તેજોવધ કરતાં જરા પણ લજવાતો નથી. તે કોઇ સજ્જનને દુઃખી જોઇ પૈશાચિક આનંદ ઉઠાવે છે.
પુલત્સ્ય કુળના ઋષિ વિશ્વાનો પુત્ર રાવણ આસુરી મનોવૃત્તિ ધરાવતો હોય છે. તેથી તે ૧૦,૦૦૦ વર્ષ તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી ભોગ વિલાસની કામના પ્રગટ કરે છે. જ્યારે વિશ્વાનો બીજો પુત્ર વિભીષણ સાત્વિક પ્રકૃતિનો હોવાથી શ્રીરામની શરણમાં ચાલ્યો જાય છે. રાવણ અંતે માર્યો જાય છે. જ્યારે વિભીષણનો લંકાપતિ તરીકે રાજ્યાભિષેક થાય છે.
મનુષ્યોએ પૂર્વ જન્મમાં જેવાં કર્મો કર્યાં હોય તે અનુસાર તેને તેનાં કર્મો મુજબ હલકા કે ઉચ્ચ કુળમાં જન્મ મળે છે. સારાં રૂપ કે રંગ કે કુરૂપ પ્રાપ્ત થાય છે. તેની બુદ્ધિ, તેજસ્વિતા, ધન વગેરે પ્રાપ્ત થાય છે. જગત આખું કર્માધીન છે. તેથી જેણે જેવાં બીજ વાવ્યાં હોય તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે.
જે મનુષ્યો સાત્વિક છે તે મનુષ્યો પોતાની શુદ્ધ બુદ્ધિ અનુસાર શ્રેષ્ઠ કર્મો કરી બીજો ભવ કે પોતાના અનેક ભવ સુધારી શકે છે. કારણ કે મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. તેનું ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.
આસુરી મનોવૃત્તિવાળા મનુષ્યો ઉચ્ચ કુળમાં જન્મ લે તો પણ ઘણી વખત ખૂબ કાળો વર્ણ પ્રાપ્ત કરે છે. તેઓ તેમના વર્ણ જેવું જ કાળજું ધરાવતા હોય છે. તેનો કપટી હોય છે. બીજાનું પડાવી લેવાની વૃત્તિવાળા, શઠ, નિર્દયી હોય છે. આવા મનુષ્યોમાં દયા ખાવા જેવી કોઇ ચીજ હોતી જ નથી. આવા મનુષ્યો બીજાનું સુખ જોઇ બળી જાય છે. અંતે ક્રોધની જ્વાળામાં તે પોતે પણ જલી પોતાના અનેક ભવનું અહિત કરી બેસતાે હોય છે.•

divyesh

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

57 mins ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

3 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

3 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

3 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

3 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

3 hours ago