બીપીએલ કાર્ડ ધારકોને ૧૫ મેથી રાહત દરે ગેસ કનેકશન મળશે

અમદાવાદ: અમદાવાદના બીપીએલ કાર્ડ ધારકોને ૧૫મી મેથી રાહત દરે ગેસ સ્ટવ સાથે રાંધણ ગેસ સિલિન્ડર અપાશે. સામાન્ય રીતે નવું ગેસ કનેકશન લેવાનું હોય ત્યારે રૂ.૩૦૦૦ ચૂકવવા પડે છે. બીપીએલ કાર્ડ ધારક ૧૫મી મેથી શરૂ થતી યોજના અન્વયે ગેસ કનેકશન લેશે તો તેમને રૂ.૧૬૦૦ની સબસિડી સરકાર આપશે. બીપીએલ કાર્ડ ધારકે રૂ.૧૪૦૦ ચૂકવવા પડશે.

રાજ્યભરમાં ૩૫ લાખ બીપીએલ કાર્ડ ધારકો અમદાવાદમાં ૫ લાખ જેટલા બીપીએલ કાર્ડ ધારકો આ યોજનાનો લાભ લઈ શકશે. કેરોસીન મે‍ળવવા માટે ક્યારેક શોર્ટેજ અને લાંબી લાઈનો ઉપરાંત કેરોસીન પ્રાઈમસ દ્વારા રસોઈ-ધુમાડો વગેરે તમામ ઝંઝટમાંથી ગૃહિણીઓને આ યોજનાથી મુક્તિ મળશે.

હાલમાં બીપીએલ કાર્ડ ધારકો રાહત દરે વીજ કનેકશન, ઈન્દિરા આવાસ યોજના, રાહત દરે અનાજ, વિધવા-અપંગ અશક્તને સહાય સહિતની ઘણી યોજનાઓનો લાભ મળે છે. આ અંગે અન્ન અને નાગરિક  પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરીએ જણાવ્યું હતું કે ૧૫ મેથી આ યોજના શરૂ થશે.

You might also like