પ્રેમિકાએ લગ્ન કરતાં પ્રેમીએ અશ્લીલ વીડિયો તેનાં પતિ-સાસરિયાંને મોકલ્યાં

અમદાવાદ: દુષ્કર્મના કેસોમાં મહિલાઓની વીડિયો ક્લિપ ઉતારીને બ્લેકમેઈલ કરાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યો છે. શાહપુર વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીને લગ્ન પહેલાના શારીરિક સંબધોની વીડિયો ક્લિપ બતાવીને બ્લેકમેઈલ કરતા પૂર્વ પ્રેમી સામે મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે.

શાહપુર વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા પરિણીત યુવક સાથે છેલ્લાં બે વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે યુવક અવારનવાર અમદાવાદની વિવિધ હોટલોમાં લઈ જતો હતો. જ્યાં તેઓ શારિરીક સંબંધ બાંધતાં હતાં. યુવકે લગ્નનો ઈન્કાર કરતાં યુવતીએ ઓક્ટોબર, ૨૦૧૫માં વડોદરાના યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્નના એક મહિના પછી યુવતીનો પતિ સાઉદી અરેબિયા નોકરી કરવા જતો રહ્યો હતો.

બીજી બાજુ યુવતીના પૂર્વે પ્રેમીએ અગાઉ ઉતારેલી વિડિયો ક્લિપિંગ્સ યુવતીના સાસરિયાંઓને મોકલી હતી. યુવતીના પતિને પણ વીડિયો ક્લિપ મોકલી હતી. પ્રેમિકાના લગ્નથી નારાજ પ્રેમીએ તેનું લગ્નજીવન તોડાવવા માટે આમ કર્યું હતું. યુવતીને અપનાવવા હવે સાસરિયાં ઈન્કાર કરી રહ્યા છે. યુવતી અને તેના પ્રેમીની અંગત પળોની વીડિયો ક્લિપ શાહપુર વિસ્તારમાં ફરતી થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી પન્ના મોમાયાએ જણાવ્યું છે કે યુવતીની ફરિયાદ આવી છે. તેનું નિવેદન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં યોગ્ય પગલાં ભરવામાં આવશે.

You might also like