પ્રત્યુષાની આત્મહત્યા મુદ્દે બોયફ્રેન્ડ રાહુલ વિરુદ્ધ કેસ નોંધાયો

મુંબઇ : અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી આત્મહત્યા મુદ્દે નવો વળાંક આવ્યો છે. પ્રત્યુષાનાં બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહની પોલીસે ધરપકડ કરી લીધી છે. મુંબઇ પોલીસે પ્રત્યુષાને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવાનો કેસ દાખલ કર્યો છે. અગાઉ રાહુલની છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભર્તી કરાવી હતી. તેની પહેલા બે વખત લાંબી પુછપરછ પણ કરવામાં આવી ચુકી છે. રાહુલનાં વકીલનાં અનુસાર તેને પ્રત્યુષાનાં મોતનો ખુબ જ આધાત લાગ્યો છે. હાલ રાહુલને મનોચિકિત્સકનાં ઓબ્જર્વેશનમાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત શુક્રવારે પ્રત્યૂષાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષાનું શબ મુંબઇ ખાતેનાં તેનાં ફ્લેટમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. હાલ તો પ્રત્યુષાનાં મૃત્યુ અંગે સસ્પેન્સ ચાલી રહ્યું છે. બીજી તરફ તેનાં અને રાહુલનાં સંંબધો અને પણ એખ પછી એક ખુલાસા થઇ રહ્યા છે. અત્યતાર સુધીનાં અહેવાલો અનુસાર રાહુલ અને પ્રત્યુષા લગ્ન કરવાનાં હતા. જેનાં માટે તેઓએ પોતાનાં એક ડિઝાઇનર મિત્રને લગ્નની સાડી બનાવવા માટેનો ઓર્ડર પણ આપી દીધો હતો. જો કે લગ્ન પહેલા જ તે આ દુનિયા છોડીને જતી રહી હતી. આ લાલ સાડીમાં તેને આખરી વિદાઇ અપાઇ હતી.

જો કે પ્રત્યુષાને અંતિમ વખત જોયાની હોસ્પિટલ પહોંચેલી રાખી સાવંત અને ડોલી બિન્દ્રાએ તેનાં માથામાં સિંદુરજોયાનો દાવો કર્યો હતો. જ્યારે અમુક રિપોર્ટસમાં પ્રત્યુષા પ્રેગનેન્ટ હોવાની વાત પણ સામે આવી છે. બીજી તરફ તેનાં દોસ્તોએ પણ મહત્વનો ખુલાસો કર્યો હતો. અન્ય લોકો દ્વારા પણ રાહુલ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે રાહુલ પોતાની જાતને નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે. તેણે જણાવ્યું કે તે પ્રત્યુષા સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર હતો.

You might also like