પ્રેમિકા સામે જ્યારે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો પ્રેમી : લોકોની ભીડ

આગરા : પ્રેમની નગરીમાં નવા વર્ષનાં બીજા જ દિવસે લવડ્રામા જોવા મળ્યો હતો. તાજનગરીનં એક પાર્ક પાસે પ્રેમી અને પ્રેમિકામાં તકરાર થઇ ગઇ ઙતી. ત્યાર બાદ પ્રેમી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. કપલને આ રીતે ઝગડતું અને તકરાર કરતું જોઇ તથા પ્રેમીને રડતો જોઇ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.

લાંબા સમય સુધી પ્રેમી જોડા વચ્ચે ચાલેલા ડ્રામાને કોઇએ કચકડે પણ કંડારી લીદો હતો. તાજનગરીમાં નવા વર્ષનું સેલેબ્રેશનને થોડ જ સમય થયો હતો. કપલ પાર્કોમાં જોવા મળી રહ્યા હતા. પ્રેમની નગરીનાં પાલીવાલ પાર્કમાં વિચિત્ર ઘટના જોવા મળી. અહીં એક માથાફરેલો પ્રેમી પોતાની પ્રેમીકાથી નારાજ થઇને વિચિત્ર હરકતો કરવા લાગ્યો હતો.

પહેલા પ્રેમીએ નારાજ પ્રેમીકાને ખુબ મનાવી પરંતુ જો કે પ્રેમીકા નહી માનતા અંતે તે કરગરવા લાગ્યો હતો અને ખુબ જ રડવા લાગ્યો હતો. હાલ આ સમગ્ર ઇમોશનલ ડ્રામાનો વીડિયો વાઇરલ થયો છે.

You might also like