લો બોલો, દાઉદનો વેવાઈ મિયાંદાદ કહે છેઃ ICCની ટૂર્નામેન્ટમાં ભારતનો બહિષ્કાર કરો

કરાચી: પાકિસ્તાનના મહાન ક્રિકેટર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના વેવાઈ જાવેદ મિયાંદાદે આઈસીસીની સ્પર્ધાઓમાં ભારત સામેની બધી મેચનો બહિષ્કાર કરવા પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (પીસીબી)ને અરજ કરી છે.

રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે પણ રહી ચૂકેલા અને ૧૨૪ ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતા પીઢ નિવૃત્ત ખેલાડી મિયાંદાદે કહ્યું હતું કે પાકિસ્તાને રાષ્ટ્રનાં હિત તથા ગૌરવને ધ્યાનમાં રાખી ક્રિકેટ મેચો માટે ભારત સામે કડક વલણ અખત્યાર કરવું જોઈએ. આપણે પથ્થર સામે ઈંટ ફેંકીને જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે અને ભારતની ઇચ્છા જો ના હોય તો પાકિસ્તાને તેની સામે કોઈ પણ સ્તરે ક્રિકેટ રમવું ન જોઈએ અને આઈસીસીની બધી ટૂર્નામેન્ટમાં ભારત સામેની મેચોનો બહિષ્કાર કરવો જોઈએ.

મિયાંદાદે વધુમાં ઉમેર્યું હતું કે. ”દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે ભારતને આજીજી કરવાનો કોઈ અર્થ નથી. આઈસીસીની સ્પર્ધાઓમાં પાકિસ્તાન જો ભારત સામે નહીં રમે અને આઈસીસીને આર્થિક ખોટ જાય તથા તેનાે કાર્યક્રમ ઝાંખો પડી જતા પાકિસ્તાનને બધાંથી સમોવડિયું સ્થાન મળી શકશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટચાહકો ભારત તરફથી પાકિસ્તાનને કેવો અન્યાય થઈ રહ્યો છે તે સમજી શકશે.”

You might also like