યુવાને જાત જલાવીઃ અાધેડની નદીમાં ઝંપલાવી અાત્મહત્યા

અમદાવાદ: શહેરમાં અાત્મહત્યાની બે ઘટના બનવા પામી છે, જેમાં એક યુવાને જાતે સળગી જઈ અાત્મહત્યા કરી હતી જ્યારે એક અાધેડે સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.

નરોડા રોડ પર વિજય ‌િમલ પાસે અાવેલા ઔડાના મકાનમાં રહેતા સંજય પ્રતાપજી ઠાકોર નામના ૪૦ વર્ષના યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ સાંજના ૫ વાગ્યાના સુમારે શરીર પર કેરોસીન છાંટી જાતે સળગી જઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે સેટેલાઈટમાં જોધપુર ગામ ખાતે અાવેલ જયરાજ એપાર્ટમેન્ટમાં રહેતા હરીશભાઈ શાંતિલાલ મિસ્ત્રી નામના અાધેડે પણ અગમ્ય કારણસર રિવરફ્રન્ટ ઘાટ નં.૮ નજીક સાબરમતી નદીમાં ઝંપલાવી અાપઘાત કર્યો હતો.

અા ઉપરાંત શહેરકોટડામાં સહકારનગર ખાતે રહેતી પ્રી‌િત તામપાલસિંહ તોમર નામની ૧૬ વર્ષની તરુણીએ પરીક્ષા ટેન્શનના કારણે ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો છે. પોલીસે અા અંગે અાપઘાતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like