કેશલેસ ટ્રાન્ઝેક્શન કરનાર અમદાવાદીને થયો ફાયદો :યુવાનને ઇનામ

અમદાવાદ : વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણય બાદ હવે વડાપ્રધાન દેશવાસીઓને કેસલેશ થવા માટે પ્રેરિત કરી રહ્યા છે, જેના ભાગરૂપે એપ્લિકેશન ભીમ લોન્ચ કરવામાં આવી છે.

આ સિવાય કેશલેસ ટ્રાન્ઝેશન કરતા નાગરિકોને ડ્રો કરીને ઇનામ પણ આપવામાં આવે છે. જેમાં એક આશીષ નામના એક અમદાવાદી યુવકને ઇનામ લાગ્યું છે.

આશિષે 395નું પેટ્રેલ ભરાવ્યું હતું જેથી તેમને સરકાર દ્વારા રૂપિયા 1000નું ઈનામ આપવામાં આવ્યું છે. આશિષનું કહેવુ છે કે તે દરેક પ્રકારના વ્યવહાર એન લાઈન જ કરે છે અને બીજાને પણ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા પ્રેરીત કરે છે.

You might also like