હાઇ હિલ્સ પહેરીને માતાએ સંતુલન ગુમાવતા 6 માસના બાળકનું થયું મૃત્યુ

મહિલાઓને હંમેશા હાઈ હીલ્સવાળા સેન્ડલ પહેરવાં પસંદ હોય છે. ફેશનના ચક્કરમાં ક્યારેક તેઓ એવી ઘટનાઓની સાક્ષી બની જતી હોય છે જેનો આખી જીંદગી પછતાવો રહે. મુંબઇના કલ્યાણની એક મહિલા સાથે આવી જ એક ઘટના ઘટી. રવિવારે સાંજ કલ્યાણના મેરેજ હોલમાં આવેલી એક મહિલાએ હાઈ હીલ્સવાળાં સેન્ડલ પહેર્યાં હતાં, આ દરમિયાન મહિલાનું બેલેન્સ બગડતાં એની ગોદમાંથી બાળક નીચે પટકાયું હતું. ઘટનાને પગલે 6 મહિનાના માસૂમ બાળકનું મૃત્યુ થયું.

બાળક પહેલા માળની ગેલેરીથી નીચે પટાકાંતા ગંભીર રીતે ઘાયલ થયું હતુ. પરિવાર દ્વારા બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતુ, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે જણાવ્યુ કે, શેખ પરિવાર ઉલ્હાસનગરના ધોબીઘાટ વિસ્તારમાં રહે છે. રવિવારે તેઓ સંબંધીના લગ્ન માટે માતોશ્રી હોલમાં આવ્યા હતા.

લગ્નમાં સામેલ થયા બાદ પરિવાર ઘરે પરત આવી રહ્યો હતો, ત્યારે જ ફેમિદા શેખ (23)એ સંતુલન ગુમાવતાં તેના ખોળામાંથી બાળક સરકી ગયું હતું અને તે પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયું હતું. પરિવાર ઘાયલ મોહમ્મદને કલ્યાણની રુક્મિણીબાઇ હોસ્પિટલે લઇને પહોંચ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત ઘોષિત કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, ”મોહમ્મદના પિતા ઉલ્હાસનગર સ્થિત એક દુકાનમાં હેલ્પર તરીકે કામ કરે છે જ્યારે ફેમિદા એક ગૃહિણી છે. પોલીસે આકસ્મિક મોતનો રિપોર્ટ દાખલ કરી વધુ તપાસ આગળ વધારી છે.”

You might also like