ઘાટીમાં હિંસક પ્રદર્શનમાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત, પરિસ્થિતિ બની વધારે તંગ, લદાયો કર્ફ્યુ

જમ્મુ કશ્મીરઃ કાશ્મીર ઘાટીમાં એક વખત ફરી તણાવનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે નમાઝ બાદ ઘાટીમાં પ્રદર્શનકારીઓ દ્વારા સુરક્ષાદળ પર હિંસક ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત યુવકનું આજે મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક શુક્રવારે પ્રદર્શન દરમ્યાન ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે.

શ્રીનગરના સદપારા વિસ્તારમાં રહેનારો જુનેદ અહમદ શુક્રવારે ઘાટીમાં થયેલી હિંસક ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયો હતો. પ્રદર્શન દરમ્યાન પોતાના ઘરની બહાર ઉભેલા યુવાનના શરીરમાં પૈલેટ ગનના કેટલાક છરા ધૂસી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેને શેર-એ કશ્મીર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.  જ્યાં તેનું મોત થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. જ્યારે સેકડો લોકો રસ્તા પર ઉતરીને સુરક્ષાદળ અને સરકારની પ્રત્યે પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.   પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં હાલ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

You might also like