બોક્સર મહંમદ અલી હોસ્પિટલમાં

વોશિંગ્ટનઃ બોક્સિંગ લેજન્ડ મહંમદ અલીને શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ તેના પ્રવક્તા બોબ ગનેલે કરી છે, પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે ૭૪ વર્ષીય મહંમદ અલીની સારવાર કઈ હોસ્પિટલમાં થઈ રહી છે. ડોક્ટરોએ અલીની હાલત સ્ટેબલ જણાવી છે. ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન મહંમદ અલીએ બોક્સિંગને અલવિદા કહી દીધા બાદ ૧૯૮૪માં પાર્કિન્સનની બીમારીની જાણ થઈ હતી. અલીને છેલ્લે ૨૦૧૫માં પેશાબની નળીમાં ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

You might also like