વિનિંગ પંચ લગાવીને વિકાસ યાદવ પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યો

રિયોઃ ભારતીય બોક્સર વિકાસ યાદવે ઓલિમ્પિકમાં ગઈ કાલે ચોથા દિવસે પુરુષોની ૭૫ કિલોગ્રામ મિડલવેઇટ સ્પર્ધાનો પહેલો મુકાબલો ૩-૦થી જીતી લઈને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિકાસે સ્પર્ધાના પ્રીમિમિનરી મુકાબલામાં અમેરિકાના પોતાના હરીફ આલ્બર્ટ શોન ચાર્લ્સ કોનવેલને ૨૯-૨૮, ૨૯-૨૮, ૨૯-૨૮થી પરાજય આપ્યો હતો. મુકાબલા બાદ વિકાસે જણાવ્યું, ”મારી રણનીતિ શરૂઆતનાં બે રાઉન્ડ જીતવાની હતી. મારો હરીફ મારાથી યુવાન, વધુ શક્તિશાળી અને વધુ ક્ષમતાવાન હતો, પરંતુ મેં મારા અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. મેં તેને પહેલાં ક્યારેય લડતો જોયો નહોતો.” વિકાસ હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ૧૨ ઓગસ્ટે રિંગમાં ઊતરશે.

You might also like