ભારતીય ધરતી પર વિજેન્દર પહેલો પ્રોફેશનલ મુકાબલો જુલાઈમાં લડશે

લંડનઃ ભારતનાે સ્ટાર બોક્સર વિજેન્દરસિંહ ભારતીય ધરતી પર પોતાનો પહેલો પ્રોફેશનલ મુકાબલો જુલાઈમાં લડશે, જ્યારે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આનાથી પણ કંઈ મોટું કરવાની યોજના ઘડાઈ રહી છે. વિજેન્દરના બ્રિટન સ્થિત પ્રમોટર ફ્રાંસિસ વોરેને પત્રકારો સાથે વાત કરતાં વચન આપ્યું હતું કે વિજેન્દર સાથે જોડાયેલો આ કાર્યક્રમ એટલો મોટો હશે કે એવો કાર્યક્રમ ક્યારેય યોજાયો ના હોય.

વોરેને જણાવ્યું, ”અમે આ વર્ષે વિજેન્દર માટે મોટી યોજનાઓ બનાવી છે. અમે જુલાઈની આસપાસ નવી દિલ્હીમાં મોટો કાર્યક્રમ કરવાની આશા રાખી રહ્યા છીએ. આ યોજના પર કામ ચાલી રહ્યું છે અને ત્યાર બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કેટલાક ખાસ કાર્યક્રમ હશે.” વિજેન્દરે પ્રોફેશનલ બોક્સિંગમાં પદાર્પણ કર્યા બાદ સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીના પોતાના ત્રણેય મુકાબલા નોકઆઉટમાં જીતી લીધા છે.

વોરેને કહ્યું, ”તે દરરોજ પોતાની રમતમાં સુધારો કરી રહ્યો છે. વિજેન્દર ભારતીય બોક્સિંગનો ધ્વજવાહક છે. તેણે અહીં આવીને પોતાના દેશનું ગૌરવ વધાર્યું છે.

You might also like