રિલીઝના દિવસે જ આલિયાની ‘રાઝી’એ કરી આટલા કરોડ કમાણી

રિયલ લાઇફ પર આધારિત આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાઝી’ ફિલ્મને બૉક્સ ઑફિસ પર પહેલા દિવસે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ‘રાઝી’ ફિલ્મે પહેલા દિવસ પર ધમાકેદાર કમાણી કરવાની સાથે પાંચવી હાઇએસ્ટ ઑપનર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મને આલિયાની અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મ ગણવામાં આવી રહી છે.

ક્રિટિક્સે આલિયા ભટ્ટની આ ફિલ્મના ઑપનિંગ કલેક્શનને લઇને લગભગ 4-5 કરોડ રૂપિયાનું અનુમાન લગાવ્યું હતુ પરંતુ આલિયાના ફરી એક વખત પાવરહાઉસ પરફૉર્મન્સને કારણે ફિલ્મે પહેલા દિવસે 7.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મના આંકડા શૅર કર્યા હતા, તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, ”’રાઝી’એ શાનદાર શરૂઆત, વર્ડ ઑફ માઉથથી આ ફિલ્મ વિકેન્ડમાં શાનદાર કલેક્શન કરશે. આ ફિલ્મે પહેલા દિવસે 7.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે.”

 

ફિલ્મ ‘રાઝી’ની વાર્તાની જો વાત કરવામાં આવે તો, 1971માં થયેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની આસપાસ ફરે છે. જ્યાં એક ભારતીય છોકરી (આલિયા ભટ્ટ) પાકિસ્તાનના આર્મી ઓફિસર (વિકી કૌશલ) સાથે લગ્ન કરીને ભારત માટે જાસૂસી કરે છે. ‘રાઝી’ માં જયદીપ અહલવત, શિશિર શર્મા, રજિત કપૂર, સોની રાઝદાન, અરીફ ઝકારિયા અને અમૃતા ખાનવિલકર મહત્વના રોલમાં છે. આ ફિલ્મથી મેઘના ગુલઝારે કમબેક કર્યું છે. મેઘનાએ છેલ્લે 2015માં ‘તલવાર’ ડિરેક્ટ કરી હતી.

બી-ટાઉનના સેલિબ્રિટિઝ ફિલ્મની કાસ્ટ અને પ્લોટના વખાણ કરતાં થાકતાં નથી ત્યારે આલિયાના પિતા મહેશ ભટ્ટે કહ્યું કે, ”’ રાઝી’ માં આલિયાએ અત્યાર સુધીનું બેસ્ટ પફોર્મંસ આપ્યું છે.” મહેશ ભટ્ટે ટ્વિટર પર લખ્યું કે, ”મેઘના ગુલઝારની થ્રિલર ફિલ્મમાં આલિયા ભટ્ટે તેના કરિયરનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પફોર્મંસ આપ્યું છે.”

 

You might also like