અરે આ શું થયું! ઇલિયાના અને આથિયા બંને વચ્ચે ફાઇટિંગ?

મુંબઇઃ ફિલ્મ મુબારકાને રિલીઝને માત્ર થોડા દિવસો બાકી છે. ફિલ્મને લઇને સ્ટારકાસ્ટ ખૂબ જ એક્સાઇટેડ છે અને એ લોકાને ફિલ્મથી ઘણી બધી આશાઓ પણ છે. જોવા જઇએ તો,ફિલ્મના શૂટીંગથી લઇ પ્રમોશન સુધી અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અને આથિયા શેટ્ટીમાં કોઇ કેટ ફાઇટ થવાના કિસ્સા સામે નથી આવ્યા, તેમ છતા તેઓ વચ્ચે બોક્સિંગ થયા હોવાના સમાચાર વાયરલ થઇ રહ્યા છે.

ફિલ્મ મુબારકાની બન્ને અભિનેત્રીઓ વચ્ચે ખુબ સારું બોન્ડિંગ શરૂઆતથી જોવા મળ્યું છે. ત્યારે તાજેતરમાં દિલ્હીમાં આયોજીત સુપર બોક્સિંગ લીગની મેચ રીંગમાં બન્ને અભિનેત્રી વચ્ચે ફાઇટીંગ થઇ હતી.મેચ રમવા રીંગમાં જવા માટે આથિયા આતુર હતી.આટલુ જ નહિ અભિનેત્રીને સાથ આપવા માટે કાકા-ભત્રીજા એટલે કે અનિલ કપૂર-અર્જુન કપૂરની જોડી પણ પહોચી ગઇ હતી.

મુબારકા ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સુપર બોક્સિંગ લીગમાં ફિલ્મ પ્રમોશન માટે પહોચી ચુકી હતી અને બોક્સિંગમાં ભાગ લઇ મજા લીધી હતી. નોંધનીય છે કે પહેલી વખત અનિલ કપુર અને અર્જુન કપુર એક સાથે મોટા પડદે જોવા મળશે.આ ફિલ્મ 28 જુલાઇના રોજ રિલીઝ થશે.

http://sambhaavnews.com/

You might also like