વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ ઇતિહાસની પહેલી ઘટના ભારત સાથે બની

વિશાખાપટ્ટનમ : ભારતીય ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં પહેલીવાર એવું થયું જે અંગે જાણીને તમે ચોંકી જશો. વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમેચ આ ખાસ બાબતનું સાક્ષી બન્યું હતું. બીજી ટેસ્ટ મેચમાં ભારતની વિરુદ્ધ ઇંગ્લેન્ડની જે ટીમ ઉતરે છે તેમાં સાત બેટ્સમેન એવા છે જે ડાબારી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઇ ટીમમાં ભારતની વિરુદ્ધ આટલા મોટાપ્રમાણમાં ડાબેરી બેટ્સમેન હોય.

બીજી ટેસ્ટ મેચમાં ભારતની વિરુદ્દ ઇંગલેન્ડની ટીમમાં આ સમયે ડાબા હાથનાં બેટ્સમેન તરીકે એલિએસ્ટર કુક, બેન ડકેટ, બેન સ્ટોક્સ, મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જફર અંસારી અને જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખીય છે કે રાજકોટ ટેસ્ટમાં ઇંગલેન્ડની ટીમમાં છ ડાબા હાથનાં બેટ્સમેન હતા. પરંતુ એન્ડરસન આવવાનાં કારણે આ ટેસ્ટમાં તેની સંખ્યા સાત થઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો યોગાનુંયોગ ક્યારે પણ સર્જાયો નથી કે જ્યારે એક જ ટીમમાં આટલા મોટા પ્રમાણમાં ડાબોડી બેટ્સમેન હોય. વિશાખાપટ્ટનમ ઉપરાંત ભારતની સામે આ પ્રકારનો રેકોર્ડ સર્જાયો છે. જે ટેસ્ટનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બન્યો છે.

You might also like