જાણો છો બોટલ્ડ વોટર તમારા દાંત બગાડી શકે છે?

અાપણે મોટા ભાગે બોટલમાં પેક કરેલું પાણી હોય એને શુદ્ધ માનીએ છીએ. જોકે દરેક વખતે એવું નથી. હા, કદાચ હાનિકારક જંતુઓની બાબતમાં ચોક્કસ ફરક પડતો હશે, પણ એ પાણીની સાંદ્રતા અલગ અલગ હોય છે જે દાંત માટે જોખમી હોઈ શકે છે. એનું કારણ એ છે કે પાણીની સાંદ્રતા ધરાવતું મનાય છે. મતલબ કે એનો pH7 હોય છે. એનાથી ઓછો અાંક હોય તો એ દ્વાવણ એસિડિક હોય છે અને વધુ હોય તો વધુ ક્ષારીય હોય છે. જો પાણીની સાંદ્રતા ૫.૫ એકથી ઓછી હોય તો એ દાંતના ઉપરના અાવરણ માટે જોખમી થઈ જાય છે. અમેરિકાના ન્યુયોર્કમાં અાવેલી હાઈલાઈન ડેન્ટિસ્ટ્રીના નિષ્ણાતોએ માર્કેટમાં અવેલેબલ અને બેસ્ટ મિનરલ વોટર ગણાતી બ્રેન્ડના પાણીની સાંદ્રતા માપવાનો પ્રયોગ કર્યો હતો.

You might also like