બાઉન્સી બાળ માટે હવે તાળવામાં બોટોકસ ઈન્જેકશન લેવાનો ટ્રેન્ડ

બોટોકસ એક પ્રકારનું ટોક્સિન છે. જે ત્વચા ઉપરના લેયરમાં આપવાથી એની ટાઇટનેસ વધે છે અને કરચલીઓ છુપાઇ જાય છે. ચહેરાની ઉંમર ઢાંકવા માટે જાણીતા બોટોકસના ઇન્જેકશન્સ હવે વાળ માટે પણ વપરાવા લાગ્યા છે. જેમને માથાના વાળમાં ખૂબ પસીનો થતો હોય એવી મહિલાઓ વાળ કોરા રાખતી હોવા છતાં તેમના વાળ એકદમ ચીપચીપા અને ઓઇલી દેખાય છે. વાળનો જથ્થો ઓછો હોય ત્યારે ઓઇલી વાળને કારણે વધુ તકલીફ પડે છે. બ્રિટીશ કોસ્મેટિક સર્જનોનું કહેવું છે કે હવે બ્લો ડ્રાય કરેલા વાળની ડ્રાયનેસ લાંબો સમય ટકે અને વાળ બાઉન્સી લાગે એ માટે મહિલાઓના તાળવાની ત્વચામાં બોટોકસનાં ઇન્જેકશન્સ લેતી થઇ ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like