ટોપર્સ મામલે તપાસ માટે બનેલી બંને સમિતિઓ ભંગ, નીતિશે આપી FIR દાખલ કરવાની સૂચના

પટના: બિહારમાં ટોપર્સ કાંડની તપસ માટે બનાવવામાં આવેલી બંને ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓને સોમવારે ભંગ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે શિક્ષા મંત્રી અશોક ચૌધરી અને બીએસઇબીના ચેરમેન લાલકેશ્વર પ્રસાદ સિંહની સાથે ઇમરજન્સી બેઠક કર્યા બાદ તપાસ સમિતિઓને ભંગ કરી દીધી. આ મામલે સીધા આપરાધિક કાવતરા હેઠળ એફઆરઆઇ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ટોપર્સ કાંડમાં સમિતિઓની કાર્યવાહીને લઇને નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી. બોર્ડ દ્રારા સમિતિ રચવા બાબતે સરકાર દ્રારા પહેલાં પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. બોર્ડના ચેરમેને પોતે પહેલ કરી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ રચવાની જાહેરાત કરી હતી.

બિહારમાં ઇન્ટરમિડિયટની પરીક્ષામાં ટોપર્સને લઇને ચાલી રહેલા વિવાદ પર શિક્ષણ વિભાગે ગરબડીની તપાસ માટે એક ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જે 20 જૂન સુધી પોતાનો રિપોર્ટ સોપવાની હતી. આ સમિતિમાં બીએસઇઆઇડીસીના અધ્યક્ષ સંજીવન સિન્હા, માધ્યમિક શિક્ષા નિર્દેશક રાજીવ પ્રસાદ સિંહ રંજન અને જનશિક્ષાના નિર્દેશક વિનોદાનંદ ઝા સામેલ હતા.

બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિએ પણ સાયન્સ ફેકલ્ટીના ટોપર્સ સહિત એક અન્ય અભ્યાર્થીના પરીક્ષા પરિણામને શનિવારે રદ કરતાં સમગ્ર પ્રકરણની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચવાનો નિર્ણય લીધો હતો. બીએસઇબીના અધ્યક્ષ લાલકેશ્વર પ્રસાદે રવિવારે જણાવ્યું હતું કે આખા પ્રકરણની તપાસ માટે શનિવારે સાંજ સુધી એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે પટના હાઇકોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ ઘનશ્યામ પ્રસાદની અધ્યક્ષતામાં કામ કરશે.

તેમણે જણાવ્યું કે તેમની સાથે સમિતિના અન્ય સભ્યોમાં સેવાનિવૃત જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ જીપી શ્રીવાસ્તવ, પૂર્વ આઇપીએસ અધિકારી મિઠૂ પ્રસાદને સામેલ કરવામાં આવ્યા છે. લાલકેશ્વરે જણાવ્યું હતું કે સમિતિના અધ્યક્ષને આ સમિતિમાં એક પૂર્વ શિક્ષણવિદ સલાહકારને સામેલ કરી લે.

You might also like