સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને મામલે હિટ એન્ડ ફીટ છે મેક્સી ડ્રેસ…

ફેશનના આ યુગમાં દરરોજ એકથી એક ચઢીયાતો ટ્રેન્ડ આવી રહ્યો છે. જે સૌથી વધારે છોકરીઓને આકર્ષિત કરતો હોય છે. ગરમીને જોતાં છોકરીઓ ઘણા પ્રકારના ટ્રેન્ડ અપનાવતી હોય છે. પરંતું મેક્સી ડ્રેસ એટલે લાંબો આઉટફિટ એવો ટ્રેન્ડ છે જે છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડમાં છે.

આમ તો આ ટ્રેન્ડ દરેક મૌસમમાં હિટ છે પરંતુ ગરમીના મોસમમાં તેને વધુ પહેરવામાં આવે છે. કારણ કે આ કૂલ લૂકની સાથે ઘણું આરામદાયક પણ હોય છે. કોલેજમાં ભણતી છોકરી હોય કે નોકરી કરતી, દરેક માટે આ પરફેક્ટ ઓપ્શન છે. આમ પણ પાર્ટી-ઇવેન્ટસ અને તહેવારમાં પણ આ પ્રકારના આઉટફિટ ઘણા લોકપ્રિય થઇ રહ્યાં છે.

કેમ થઇ રહ્યાં છે મેક્સી ડ્રેસ લોકપ્રિય
મેક્સી ડ્રેસ આરામદાયક હોવાની સાથે-સાથે સ્ટાઇલિશ પણ લાગે છે. કોલેજ જવાનું હોય કે ઓફિસ, ઘરમાં કોઇ ફંકશન હોય અથવા કોઇપણ જગ્યાએ ફરવા આ ડ્રેસ પરફેક્ટ છે.

તેને દરેક જગ્યાએ આસાનીથી પહેરી શકાય છે. હાલના દિવસોમાં ડ્રેસમાં ડિઝાઇન, પ્રિન્ટ ફેબ્રિક અને કલર્સનો ટ્રેન્ડ છે. કલર્સમાં લવેન્ડર, પર્પલ કલર્સનો ટ્રેન્ડ છે. એમાં પણ કાળો અને ડાર્ક કલર પણ છોકરીઓને વધુ પસંદ આવી રહ્યો છે.

પ્રિન્ટમાં ફલોરલ અને સ્ટ્રાઇપ્સનો ટ્રેન્ડ છે. તમે જો ઇચ્છો તો પ્લેન ડ્રેસ પણ પહેરી શકો છો. ગરમીની ઋતુમાં કોટન, જોરજેટ અને રિયોન ફેબ્રિક સિવાય ડેનિમ પણ આરામદાયક માનવામાં આવે છે.

You might also like