મ.પ્ર.માં મોતિયાનાં ઓપરેશન બાદ ૨૪ દર્દીએ દ્રષ્ટિ ગુમાવી

ઈન્દોર: બડવાનીની જિલ્લા હોસ્પિટલમાં મોતિયાનાં ઓપરેશન બાદ ૨૮ દર્દીને આંખમાં ઈન્ફેકશન થઈ ગયું હતું અને તે પૈકી ૨૪ દર્દીની દૃષ્ટિ જતી રહી છે. આ હોસ્પિટલમાં ૧૬થી ૨૪ નવેમ્બર દરમિયાન એક કેમ્પમાં આ મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.

ત્યાર બાદ બે દિવસ પછી દર્દીની આંખમાં ઈન્ફેકશન, ખંજવાળ અને પરું થઈ જવાની ફરિયાદો આવવા લાગી હતી, ત્યાર બાદ દર્દીને ઈન્દોર રિફર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જોઈન્ટ ડાયરેક્ટર (આરોગ્ય)નું કહેવું છે કે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આર.એસ. પલોળને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તપાસ માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે ૨૬ નવેમ્બરથી આંખમાં ઈન્ફેકશનની ફરિયાદ લઈને એકલદોકલ દર્દી જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ આરોગ્ય વિભાગે આ મામલાને દબાવી દેવાની કોશિશ કરી હતી, જોકે આંખમાં ઈન્ફેકશનના કેસ વધતાં અધિકારીઓ સક્રિય બન્યા હતા.

ગુરુવારે મોડી રાત્રે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે ડો. બી.એમ. ચૌહાણ, ડો. શરદ પંડિત અને ડો. પ્રીતિ રાવતની એક ટીમ બનાવી છે. જે આજે ત્યાં જશે. આંખના ડો. પલોડનું કહેવું છે કે ઈન્ફેકશનનું કારણ જાણી શકાયું નથી. ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલ લેન્સ સહિતની દવાઓ તપાસ માટે સેન્ટ્રલ લેબોરેટરી ઈન્દોર મોકલવામાં આવી છે.

You might also like