VIDEO: બોટાદ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન રૂ.૮૦ હજારની લાંચ લેતાં ઝડપાયાં

બોટાદ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન લાંચ લેતા ઝડપાયાં છે. જિલ્લા પંચાયતનાં ચેરમેન સી.બી.ખંભાળિયા લાંચ લેતા ઝડપાયાં હતાં. સી.બી.ખંભાળિયા રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝડપાયાં હતાં. જમીન બિન ખેતી કરવા માટે લાંચ માગી હતી.

મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન ચીમન બાબુભાઇ ખંભાળિયા ઉર્ફે સી.બી ખંભાળિયાએ ખેતીની જમીનને બિન ખેતી કરી આપવા માટે એડવોકેટ હરેશ ડોડિયા પાસે રૂ 80,000ની લાંચ માગી હતી.

જો કે આ મામલે ACBએ ગુરૂવારે જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં કારોબારી સમિતિનાં ચેરમેનની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ સમયે ચેરમેન ચમન ખંભાળિયા રૂ 80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયાં હતાં.

You might also like