એક વર્ષના પુત્ર સામે બોસે કર્યો તેની માતાનો બળાત્કાર, બનાવ્યો હતો પ્લાન

બેંગ્લોર: એક બોસે પોતાની 23 વર્ષીય મહિલા એપ્લાયની સાથે કથિત રીતે ફિલ્ડ ટ્રિપ દરમિયાન બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન આ મહિલાનો એક વર્ષીય પુત્ર તેની સાથે હતો.

રંજના (નામ બદલ્યું છે) જાન્યુઆરી 2016માં કસ્ટમેર કેયર એક્ઝિક્યૂટિવ પદ પર એક પ્રાઇવેટ ફર્મ સાથે જોડાઇ. તેના મહિના બાદ જ આ ફર્મના એક અન્ય પાર્ટનર ટી. વિવેકાનંદ પ્રિયાની સાથે બળજબરી કરવા લાગ્યા. એટલે કે તેણે પ્રિયાની સાથે યૌન સંબંધ બાંધવા માટે પણ પરેશાન કરી.

રેપ પીડિતાના અનુસાર, તેણે આરોપીને પહેલા ચેતાવણી આપી અને પછી તેણે અંતર બનાવી લીધું. તેની સાથે જ તેણે આરોપીને ફરીથી પરેશાન કરવા બદલ ફરિયાદ કરવાની ચેતાવણી કરી આપી.

તેમછતાં આરોપી વ્યક્તિ માન્યો નહી. તેણે રંજનાને ફસાવવાનો પ્લાન બનાવતાં કોડગુમાં ફીલ્ડ ટ્રિપ પર જવાનો કાર્યક્રમ નક્કી કર્યો. આ એ જ સ્થળ હતું કે જ્યાં રંજનાનું પિયર હતું. કોડગુંનું નામ સાંભળતાં જ રંજના પણ જવા માટે તૈયાર થઇ ગઇ.

ત્યાં રંજનાને આશંકા પણ ન હતી કે પોતાની સાથે આ પ્રકારની અનહોની થશે. રંજનાના અનુસાર ત્યાં આરોપીઈ એક ફાઇવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને ત્યાં રંજનાને રોકવવા માટે કહ્યું હતું. રંજના પોતાની માતા પાસે જવા માંગતી હતી પરંતુ આરોપીએ તેને જતાં અટકાવી લીધી.

આ રૂમમાં આરોપીના બે અન્ય સાથે પણ રોકાયા હતા જે ક્યાંક જતા રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ તકનો લાભ ઉઠાવતાં રંજનાનો ન્હાતો વીડિયો બનાવી લીધો. આ વીડિયોને ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી. તેને રંજનાના પતિને સોંપવાની ધમકી આપતાં તેને એક વર્ષના પુત્ર સામે તેનો બળાત્કાર ગુજાર્યો.

આ વીડિયોના નામ પર તેણે ઘણીવાર રંજનો રેપ કર્યો. આખરે રંજનાએ કંટાળીને પોતાના પતિને બધી સત્ય હકિકત કહી દીધી. ત્યારબાદ બંનેએ આરોપી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. પોલીસે જ્યારે કેસની તપાસ કરી તો આરોપી ફરાર થઇ ગયો.

You might also like