મોદી સરકાર વિરુદ્ધ નેતાજીના પરિવારોએ ખોલ્યો મોર્ચો, આંદોલનની આપી ધમકી

કલકત્તા: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રહસ્યમય રીતે ગૂમ થયેલી ગૂંચવણ ઉકેલાઇ ના હોવાથી નારાજ એમના પરિજનોએ મોદી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. નેતાજીના ભાઇના પૌત્ર અને ભાજપ નેતા ચંદ્ર બોઝે જણાવ્યું કે આ બાબત ફરીથીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એમણે કહ્યું કે મોદી સરકાર વિરુદ્ધઆ અઠવાડિયે આંદોલન શરૂ કરવામાં આવશે.

પીએમ મોદીએ ઓક્ટોબર 2015માં નેતાજીના પરિવાર સાથે રેસકોર્સમાં મુલાકાત કરી હતી અને એમની માંગણી પર નેતાજીથી જોડાયેલા દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા. મોદી સરકાર તરફથી નેતાજીના પરિવારના લોકોને સમ્માનિત કરવા પર અને ઘણા માંગણી પૂરી કરી હોવા છતાં આંદોલનની આવી જાહેરાત સામે આવી છે. આ પહેલા પશ્વિમ બંગાળની મમતા સરકારએ નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરી હતી.

નેતાજીના પરિવારના લોકોએ મોદી સરાકર પર દબાણ બનાવવા માટે જંતર-મંતરમાં રેલી કરવાની યોજના છે. પરિવારના લોકોનું કહેવું છે કે માત્ર નેતાજી સાથે જોડાયેલા દસ્તાવેજો સાર્વજનિક કરવા પર્યાપ્ત નથી. સરકારે નેતાજીના મોતના રહસ્યને બહાર લાવવો જોઇએ.

છેલ્લા એક વર્ષમાં મોદી સરકારએ દર મહિને નેતાજી સુભાષ ચંદ્ર બોઝથી જોડાયેલી 100 ફાઇલો રજૂ કરી. આ માટેની શરૂઆત ગત વર્ષે 23 જાન્યુઆરીથી થઇ હતી. હવે આ દરેક ફાઇલો સાર્વજનિક રીતે ઉપબલ્ધ છે. 2015માં નેતાજીના પરિવારોને મળ્યા બાદ પીએમમોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે એ રશિયા સરકાર સાથે પણ નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવાની માંગણી કરશે.

http://sambhaavnews.com/

You might also like