જર્મન ફુટબોલ ટીમની બસ પાસે ત્રણ વિસ્ફોટ, 1 ખેલાડી ઇજાગ્રસ્ત

જર્મનીઃ જર્મનીના ડોર્ટમુંડમાં જાણીતી ફુટબોલ ક્લબ બોરૂસિયા ડોર્ટમુંડની બસ પાસે મંગળવારે ત્રણ વિસ્ફોટ થયા હતા. જેમાં એક ખેલાડી બાર્ટા ઇજાગ્રસ્ત થયો હતો. બાર્ટા આ પહેલાં દિગ્ગજ ફુટબોલ ક્લબ બાર્સિલોના માટે રમતો હતો. મોનાકોના ખેલાડી ચેમ્પિયન્સ લીગ અંતર્ગત યોજાઇ રહેલી મેચને બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

જર્મન પોલીસ પ્રમાણે આ હુમલામાં ક્લબના ફુટબોલ માર્ક બાટા ઇજાગ્રસ્ત થયો હતો. જો કે તેમની ઇજા વધારે ગંભીર ન હતી. બોરૂસિયા ડોર્ટમુડના સત્તાવાર વેબસાઇડ પ્રમાણે બાર્ટ ઇજાગ્રસ્ત થતા, તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે બસની બારીના કાચ તૂટી ગયા છે. ક્લબના પ્રવક્તા નગર વોર્ટમેને જણાવ્યું છે કે બસ સાથે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તે હોટલમાંથી સ્ટેડિયમ તરફ જવા રવાના થઇ હતી. બસ પાસે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા.

http://sambhaavnews.com/

You might also like