બીમારીથી કંટાળી જઈ યુવતી-યુવાન સહિત ત્રણ વ્યક્તિની અાત્મહત્યા

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાની ચાર ઘટના બની છે. જેમાં એક યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈ અને એક વૃદ્ધે અને યુવાને નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખતા પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં પાંચપીર દરગાહ પાસે રહેતી શીતલબહેન દિનેશભાઈ પરમાર નામની ૨૨ વર્ષની યુવતીએ બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે ગાયકવાડ હવેલી વિસ્તારમાં જગન્નાથ મંદિરની ચાલીમાં રહેતા હેમલ ચૂનીલાલ મારવાડી નામના ૨૮ વર્ષના યુવાને અગમ્ય કારણસર બપોરના સુમારે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી.

અા ઉપરાંત બાપુનગરમાં ઠક્કરનગર ખાતે અાવેલ અાનંદની ગલીમાં રહેતા અરજણદાસ સેવકરામ કોકાણી નામના ૮૫ વર્ષના વૃદ્ધે પણ બીમારીથી કંટાળી જઈ ઈન્દિરા બ્રિજ નીચે નદીમાં ઝંપલાવી અાપઘાત કર્યો હતો. બહેરામપુરામાં અાવેલી નવી રસુલની ચાલીમાં રહેતા પરેશ મૂળજીભાઈ કાપડિયા નામના ૩૩ વર્ષના યુવાને પણ અંગત કારણસર જમાલપુર બ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like