બોપલના સન ઓપ્ટિમા એપાર્ટમેન્ટમાં મેનેજરના ઘરમાંથી ૪.૫૦ લાખની ચોરી

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર એવા બોપલમાં આવેલા સન ઓપ્ટિમા એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૪.પ૦ લાખની મતાની ચોરી કરી હતી. રોયલ એન્ફીલ્ડ કંપનીના રિજિયોનલ મેનેજર તેમના પરિવાર સાથે સૌરાષ્ટ્ર ગયા ત્યારે તેઓના ઘરને તસ્કરો ટાર્ગેટ બનાવી સોનાના દાગીના, ઓસ્ટ્રેલિયન ડોલર અને રોકડ રકમ પ૦,૦૦૦ મળી કુલ ૪.પ૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ પંજાબના સંજીવ રોહિતભાઇ ઠાકુર બોપલ ખાતે આવેલા સન ઓપ્ટિમા એપાર્ટમેન્ટમાં દસ વર્ષથી ભાડે રહે છે અને રોયલ એન્ફીલ્ડ નામની બુલેટ કંપનીમાં રિજિયોનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ સંજીવભાઇ કંપનીના કામથી તેમના પ‌િરવાર સાથે જૂનાગઢ, રાજકોટ, સાસણ અને વેરાવળ જવા નીકળ્યા હતા.

ગઇ કાલે સવારે તેમના પાડોશી મન‌િજતસિંઘે સંજીવભાઇને ફોન કરી તેમના ઘરમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી, જેથી સંજીવભાઇ તાત્કા‌િલક અમદાવાદ આવી ગયા હતા. ઘરમાં તપાસ કરતાં કોઇ અજાણી વ્ય‌િક્ત ઘરનું તાળું તોડી તિજોરીમાંથી સોનાના દાગીના, ર૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર, રોકડ રકમ પ૦,૦૦૦ વગેરે મળી કુલ રૂ.૪.પ૦ લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. મોડી રાતે કોઇ અજાણી વ્યક્તિએ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like