બોપલ જંકશન છ મહિના બંધ રહેશે

અમદાવાદ: અમદાવાદને અડીને આવેલ બોપલ વિસ્તાર આમ તો અમદાવાદનો જ ગણાય છે. પરંતુ સરદાર પટેલ રિંગ રોડથી બોપલમાં એન્ટ્રી લેવી હોય તો બોપલ ના રહેવાસીઓએ આવવા જવા બંને તરફ એક કિલોમીટરની પ્રદક્ષિણા કરવી પડશે. લાંબું અંતર કાપવાનું હોવાથી રોંગ સાઇડ આવતાં વાહનોની સંખ્યા વધી રહી છે. ફલાય ઓવરની કામગીરી ચાલુ હોઇને ઔડાએ ફલાય ઓવર જંકશન છ માસ બંધ રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. તેથી બોપલ અમદાવાદનું પ્રવેશ દ્વાર સમું બોપલ જંકશન હવે છ માસ બંધ રહેતાં તમામ નાગરિકોએ એક વખત અમદાવાદ બોપલ આવવા-જવા કુલ બે કિ.મી.નું અંતર વધુ કાપવું પડશે.

ઔડા દ્વારા સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ જંકશન તરફથી બોપલ તરફ જતો ટ્રાફિક હળવો કરવા ફલાય ઓવર બની રહ્યો છે. વર્ષ ર૦૧૪ ઓકટોબરમાં રૂ.૯૪.પ૧ કરોડના ખર્ચે આ બોપલ-ઘુમા અને શેલાને જોડા આ બ્રિજનું ખાત મુહૂર્ત કરાયું હતું. ૩૦ મહિનામાં બ્રિજ પૂરો થવાની ગણતરી હતી તે પ્રમાણે ઓકટોબર-ર૦૧૭માં ફલાય ઓવરની કામગીરી પૂર્ણ થશે ર૭ મીટરની ૬ લેનની પહોળાઇ ૧૦ મીટરનો બે બાજુનો સર્વિસ રોડ સાથે ૧૪૧પ મીટરનો ફલાય ઓવર ગણતરી કરતાં વહેલો પૂરો થવાની સંભાવના હોવાનું સૂત્રો જણાવે છે.

You might also like