બોપલ-ઘુમા BRTS રૂટના લોકાર્પણનું મુહૂર્ત ક્યારે?

અમદાવાદ: બીઆરટીએસ પ્રોજેક્ટ હેઠળ શિવરંજનીથી બોપલ સુધીનો કોરિડોર વિક‌િસત કરાયા બાદ હયાત કોરિડોરને બોપલથી ઘુમા સુધી લંબાવવાનું કામ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયું હતું. બોપલ-ઘુમા બીઆરટીએસ કો‌િરડોર તૈયાર થઇ ચૂક્યો છે. તંત્ર દ્વારા ઘુમા સુધી બહારના મિક્સ ટ્રા‌િફક પર બીઆરટીએસ બસ દોડાવાય છે. લોકો ટ્રાફિક જામથી કંટાળીને આ કોરિડોરમાં પોતાનાં વાહન પાર્ક કરે છે તેમ છતાં શહેરના શાસકો પાસે બોપલ-ઘુમા બીઆરટીએસ રૂટના લોકાર્પણની ફુરસદ નથી.
બોપલ-ઘુમા બીઆરટીએસ કોરિડોરનો તમામ ખર્ચ ઔડા કોર્પોરેશનને ચૂકવવાનું છે, જોકે સમગ્ર પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયો છે.

આ કોરિડોર હેઠળ છ બસ શેલ્ટર તૈયાર કરાયાં છે. આશરે ૩.પ૦ કિમી લાંબો કો‌િરડોર પર બીઆરટીએસ બસ દોડતી થયા બાદ સમગ્ર શહેરમાં બીઆરટીએસ કો‌િરડોરનો વ્યાપ વધીને ૧૦૦ કિમીથી ઉપરનો થશે.

નવા કો‌િરડોર પર તંત્રની  સિક્યોરિટીપણ ગોઠવાઇ ગઇ છે. તેમ છતાં ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ એ છે કે શાસકો પાસે આરોગ્યમેળા, સ્વચ્છતા રાઉન્ડ, વૃક્ષારોપણ, તિરંગાયાત્રા જેવા કાર્યક્રમો માટે જોઇએ તેટલી ફુરસદ છે, પરંતુ કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ જનઉપયોગી પ્રોજેક્ટના લોકાર્પણ માટે તેમને ફુરસદ મળતી નથી. પરિણામે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પણ ઉદ્ઘાટનના અભાવે ટલ્લે ચઢ્યો છે, જે કમનસીબ બાબત છે. આ અંગે મેયર ગૌતમ શાહનું ધ્યાન દોરવામાં આવતાં તેઓ કહે છે, બોપલ-ઘુમા કોરિડોર તૈયાર થઇ ગયો છે તેની મને ખબર જ ન હતી! હવે છેક ઘુમા સુધી બીઆરટીએસ કોરિડોરમાં થઇને જ બીઆરટીએસ બસને દોડતી કરવા માટે આ નવા કો‌િરડોરનું ટૂંકમાં જ લોકાર્પણ કરાશે!

You might also like